Western Times News

Gujarati News

નવાબ મલિકનો પુત્ર ફરી એકવાર ઈડી સમક્ષ હાજર ન થયો

મુંબઇ, ઈડીએ એનસીપી નેતા અને મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકના પુત્ર ફરાઝ મલિકને પૂછપરછ માટે હાજર થવા માટે સમન્સ પાઠવ્યું હતું પરંતુ તે હાજર થયો ન હતો. નવાબના પુત્ર ફરાઝ મલિકને બીજી વખત સમન્સ પાઠવવામાં આવ્યું હતું પરંતુ તે ED ઓફિસ પહોંચ્યા ન હતા.

ઈડી અધિકારીએ કહ્યું કે ટૂંક સમયમાં ફરાઝ મલિકને ત્રીજું સમન મોકલવામાં આવશે. વાસ્તવમાં, ઇડી ફરાઝ પાસેથી કુર્લા વિસ્તારમાં સ્થિત ગોવા બિલ્ડિંગ કમ્પાઉન્ડની ડીલ અને પેમેન્ટ વિશે પૂછપરછ કરવા માંગે છે. અગાઉ, જ્યારે ઈડીએ ફરાઝને સમન્સ પાઠવ્યું હતું, ત્યારે તેણે પોતાના વકીલને મોકલવા માટે એક અઠવાડિયાનો સમય માંગ્યો હતો.

બોમ્બે હાઈકોર્ટે ચુકાદો સંભળાવતા મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી નવાબ મલિકની અરજીને ફગાવી દીધી છે. નવાબ મલિકે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા નોંધાયેલા કેસ અને તેની ધરપકડને પડકારી હતી. કોર્ટે તેમની અરજી પર ૧૧ માર્ચે સુનાવણી પૂરી કરી હતી, ત્યારબાદ કોર્ટે ચુકાદો સંભળાવતા તેમને કોઈ રાહત આપી નથી.

નવાબ મલિકે પોતાની ધરપકડ સામે બોમ્બે હાઈકોર્ટમાં ઈડી દ્વારા દાખલ કરેલી અરજીમાં ઈડીની કાર્યવાહીને ખોટી અને તેની ધરપકડને ગેરકાયદે ગણાવી છે. પોતાની અરજીમાં મલિકે ઈડી દ્વારા કરાયેલી ધરપકડને રદ કરવાની અપીલ કરી છે. તેમણે ધરપકડને સ્વતંત્રતાના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન ગણાવ્યું હતું.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.