Western Times News

Gujarati News

યુપીના ત્રણ સૌથી ગરીબ ધારાસભ્યોઃ રહેવા માટે ઘર નથી, ઓછા પૈસાથી ચૂંટણી લડ્યા અને જીત્યા

લખનૌ, મની પાવર અને મસલ પાવરનો ખેલ દરેક ચૂંટણીમાં જાેવા મળે છે. આ વખતે પણ એવું જ થયું. કેટલાક વીડિયો સામે આવ્યા છે જેમાં રાજકારણીઓ મતદારોને પૈસા વહેંચતા જાેઈ શકાય છે. જ્યારે પરિણામ આવ્યું ત્યારે મની પાવરનું મહત્વ પણ જાણવા મળ્યું.

૪૦૩માંથી ૩૬૬ ધારાસભ્યો ચૂંટાયા હતા જેમની પાસે એક કરોડ કે તેથી વધુની સંપત્તિ છે. મતલબ કે આ વખતે ૯૧ ટકા કરોડપતિ ધારાસભ્યો વિધાનસભામાં પહોંચ્યા છે.ખેર, આ બધાની વચ્ચે કેટલાક એવા નામો પણ સામે આવ્યા, જેમણે ચૂંટણીમાં મની પાવર અને મસલ પાવરથી ઉમેદવારોને હરાવ્યા. અમે તમને આવા જ ત્રણ નામો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તેઓ યુપી વિધાનસભામાં ચૂંટાયેલા સૌથી ગરીબ ધારાસભ્ય છે.

૧. અનિલ પ્રધાન (સમાજવાદી પાર્ટી)ઃ સમાજવાદી પાર્ટીની ટિકિટ પર ચિત્રકૂટ જીતીને વિધાનસભા પહોંચેલા અનિલ પ્રધાન યુપીના સૌથી ગરીબ ધારાસભ્ય છે. તેમની પાસે માત્ર ૩૦ હજાર ૪૯૬ રૂપિયાની સંપત્તિ છે. અનિલના પોતાના નામે ન તો કોઈ મકાન છે કે ન તો કોઈ જમીન. અનિલે પોતાના એફિડેવિટમાં આ જાણકારી આપી છે.

૨. શ્રવણ કુમાર નિષાદઃ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રવણ કુમાર નિષાદ, જેઓ ગોરખપુરની ચૌરી-ચૌરા બેઠક પરથી જીત્યા છે, તે યુપીના બીજા સૌથી ગરીબ ધારાસભ્ય છે. શ્રવણ પાસે કુલ ૭૨ હજાર ૯૯૬ રૂપિયાની સંપત્તિ છે. શ્રવણે જણાવ્યું કે તેના નામે ન તો કોઈ ઘર છે કે ન તો કોઈ જમીન.

૩. ગુડિયા કથેરિયા (ભાજપ)ઃ ઔરૈયા સીટના ધારાસભ્ય ગુડિયા કથેરિયા ત્રીજા સૌથી ગરીબ ધારાસભ્ય છે. ગુડિયાની કુલ સંપત્તિ ૧૦.૭૫ લાખ રૂપિયા છે. જાેકે, ગુડિયાના નામ પર ન તો ઘર છે કે ન તો કોઈ જમીન.

સૌથી ગરીબ ધારાસભ્યોની યાદીમાં સિદ્ધાર્થનગરની શોહરતગઢ સીટથી અપના દળ (સોનેલાલ)ના ધારાસભ્ય વિનય વર્મા, આઝમગઢની મુબારકપુર સીટથી સપા ધારાસભ્ય અખિલેશ, જયદ્રથ, પીલીભીતના બરખેડાથી બીજેપી ધારાસભ્ય શ્યામધની રાહી, સિદ્ધાર્થનગરના કપિલવસ્તુથી શ્યામધની રાહી, જૌનપુર ગરીબ ધારાસભ્યોની યાદીમાં છે. મુંગરા બાદશાહપુરના પંકજ, ચંદૌલીના ચાકિયાના કૈલાશ અને ગાઝીપુરના મોહમ્મદબાદના સુહૈબ ઉર્ફે મન્નુ અંસારીનું નામ પણ સામેલ છે. મન્નુ બાહુબલી મુખ્તાર અંસારીના પુત્ર છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.