Western Times News

Gujarati News

ઈઝરાયલમાં કોરોના વાયરસનો ખતરનાક નવો વેરિયન્ટ મળ્યો

યરૂશલમ, સમગ્ર વિશ્વ કોરોના મહામારીની મહાસંકટમાંથી પસાર થઈ રહ્યું છે. ત્યારે ઈઝરાયલમાં કોરોના વાયરસનો નવો વેરિયન્ટ મળ્યો હોવાના સમાચાર છે. આ વેરિયન્ટથી અત્યાર સુધી બે લોકો સંક્રમિત થઈ હોવાની જાણકારી મળી રહી છે.

જાેકે, સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે આ વેરિયન્ટને લઈને કોઈ ચિંતા જેવું નથી. આ નવો વેરિયન્ટ કોવિડ ૧૯ના ઓમિક્રોન વેરિયન્ટના બે સબ વેરિયન્ટ BA.1 અને  BA.2 નું સંયોજન છે. સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે ઈઝરાયલના બેન ગુરિયન એરપોર્ટ પર ઉતરેલા બે મુસાફરોનો RTPCR રિપોર્ટમાં આ નવો વેરિયન્ટ મળ્યો છે.

સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે અત્યારે હાલ સમગ્ર વિશ્વને આ વેરિયન્ટ વિશે કોઈ જાણકારી નથી. મંત્રાલયનું કહેવું છે કે ઈઝરાયલમાં નવા વેરિયન્ટના જે બે કેસ સામે આવ્યા છે, તેમાં સામાન્ય તાવ, માથાનો દુખાવો અને સ્નાયુઓની વિકૃતિ જેવા લક્ષણો જાેવા મળ્યા છે. જાેકે, આ વેરિયન્ટથી પીડિત દર્દીઓને કોઈ વિશેષ મેડિકલ સુવિધાની જરૂરિયાત નથી.

ઈઝરાયલના પેનડેમિક રિસ્પાંસ ચીફ સલમાન જરકાએ આ વેરિયન્ટના ખતરાને નકારી દીધો છે. તેમનું કહેવું છે કે અમે આ વેરિયન્ટને લઈને ચિંતિત નથી.

ઈઝરાયલની ૯.૨ મિલિયનની વસ્તીમાંથી ચાર મિલિયનથી વધુ લોકોને કોરોના વાયરસ વેક્સીનના ત્રણ ત્રણ ડોઝ લાગી ચૂક્યા છે. તેમ છતાં સંક્રમણના કેસ સામે આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે કોરોના ચીનમાં ફરીથી ચિંતાજનક રીતે વધી રહ્યો છે, જે ચિંતાનો વિષય છે. એવામાં એવી આશંકા સેવવામાં આવી રહી છે કે અન્ય દેશોમાં પણ આ વેરિયન્ટના કેસ જાેવા મળી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.