Western Times News

Gujarati News

ભરૂચ ૧૦૮ ઈમરજન્સી સેવાના કર્મચારીઓએ વધુ માનવજીવન બચાવવાનો સંકલ્પ લીધો

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ), ભરૂચ ૧૦૮ ઈમરજન્સી સેવા કોઈપણ તહેવાર હોય કે પછી કોરના જેવી મોટી મહામારીનો સમય હોય ભરૂચ ૧૦૮ ઈમરજન્સી સેવા હર હંમેશ લોકોના જીવ બચાવવા માટે તત્પર રહી છે.

ખાસ કરીને હોળી અને ધૂળેટીના તહેવાર ની વાત કરીએ તો જ્યારે ભરૂચની જનતા હોળી અને ધૂળેટીનો તહેવાર મનાવવા માટે મગ્ન હશે.ત્યારે ભરૂચ ૧૦૮ ઈમરજન્સી સેવા ની ૧૯ જેટલી એમ્બ્યુલન્સ અને તેના ૮૦ જેટલા કર્મચારીઓ સાથે ૨૪ કલાક દિવસ અને રાત લોકોની સેવા માટે ખડે પગે ઊભી રહેશે.

તહેવારો ની વાત કરીએ તો ૧૦૮ ઈમરજન્સી સેવામાં કાર્યકર્તા કર્મચારી મિત્રોએ રજા લીધા વિના પોતાના કાર્યસ્થળ પર જ હોળીનો તહેવાર ઉજવી વધુમાં વધુ લોકોનો જીવ બચાવવા માટે તેમણે સંકલ્પ કર્યો છે.આવનારા બે દિવસમાં ભરૂચ જિલ્લામાં ઈમરજન્સી માં ૨૦ થી ૨૫ ટકાનો વધારો થઈ શકે તેમ છે.તેવી તમામ ઈમરજન્સીને પહોંચી વળવા માટે ભરૂચ ૧૦૮ ઈમરજન્સી સેવા હર હંમેશ ખડે પગે ઉભી રહી છે અને ઉભી રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.