Western Times News

Gujarati News

સુરતમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર રેડ: ચાર લલનાઓને મુક્ત કરાવાઈ

Files photo

સુરત, સુરત શહેરના વરાછા વિસ્તારમાં સ્પાની આડમાં કુટણખાનું ઝડપાયું છે. પોલીસ રેડમાં ૩ ગ્રાહકો કઢંગી હાલતમાં ઝડપાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે. મીડિયા રિપોર્ટ અનુસાર સુરતના વરાછા મારૂતિચોક ભરતનગર સોસાયટીમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર વરાછા પોલીસે રેડ કરી હતી, જેમાં ગ્રાહકોને ઝડપી પાડી ચાર લલનાને મુક્ત કરાવી હતી. સ્પાની આડમાં કુટણખાનું માથાભારે રામચંદ્ર સ્વાઈની પત્ની ભારતી અન્ય ઉડીયા યુવાન સાથે ચલાવતી હોય પોલીસે તે બંનેની તેમજ દુકાનમાલિકની પણ ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર કંટ્રોલ રૂમને મળેલાર મેસેજના આધારે વરાછા પોલીસે ભરતનગર સોસાયટીમાં પહેલા માળે અનમોલ સ્પામાં રેડ કરી ત્યાંથી શરીર સુખ માણવા આવેલા ચાર ગ્રાહક મેહુલ ચુડાસમા, અશોક ખુટીયા, કાના વિક્રમ પરીડા અને પિતાબાસ દધીભાઇ બરડને ચાર લલના સાથે ઝડપી લીધા હતા.

પોલીસે પોલીસે ચારેય લલનાને મુક્ત કરાવી ઉડિયા યુવાન રતીકાંત હરીક્રિષ્ના જૈના સાથે સ્પાની આડમાં કુટણખાનું ચલાવતી માથાભારે રામચંદ્ર સ્વાઇની પત્ની ભારતીઅને રતીકાંતની પણ ધરપકડ કરી તેમની પાસેથી રોકડા, ૭ મોબાઈલ ફોન, ૮ કોન્ડોમ સહિતનો મુદ્દામાલ કબજે કરી દુકાન ભાડે આપનાર મનોજ નાગજીભાઇ માવાણીની પણ ધરપકડ કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસે જ્યારે રેડ કરી ત્યારે ત્રણ કેબિનમાં ગ્રાહકો અને લલનાઓ કઢંગી હાલતમાં મળ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું હતું કે, કૂટણખાનાના સંચાલકો ગ્રાહકો પાસેથી ૮૦૦ રૂપિયા લઈ લલનાઓને ૩૦૦ રૂપિયા આપતા હતા. સમગ્ર મામલે વરાછા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, સુરતમાં અગાઉ પણ સ્પાની આડમાં ચાલતા કુટણખાના પકડાયા છે. થોડા સમય પહેલા શહેરના વેસુ વીઆઇપી રોડ પર આગમ શોપિંગ વર્લ્‌ડની પાસે મહાલક્ષ્મી ડ્રીમ્સના બીજા માળે ક્રિયા સ્પામાં આયુર્વેદિક મસાજ પાર્લરના નામે ચાલતા સેક્સ રેકેટનો ઉમરા પોલીસે પર્દાફાશ કર્યો હતો.

પોલીસે જણાવ્યાનુસારઉમરા પોલીસના ડી સ્ટાફને સ્પામાં વૈશ્યાવૃત્તિ ચાલતી હોવાની બાતમી મળી હતી. જેથી પોલીસે ડમી ગ્રાહકને ૨ હજાર રૂપિયા આપી સ્પામાં મોકલ્યો હતો. જેમાં સેક્સ રેકેટ ચલાવતા સ્પાના માલિક, મેનેજર અને ૬ ગ્રાહકો રંગરેલિયા મનાવતા ઝડપાયા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.