Western Times News

Gujarati News

કુખ્યાત સજ્જુ કોઠારીને તેના ગુપ્ત રૂમમાંથી ઝડપી લેવાયો

સુરત, કુખ્યાત સજજુ કોઠારીને સુરત ક્રાઈમ બ્રાન્ચે સ્પેશિયલ ઓપરેશન હાથ ધરીને ઝડપી પાડ્યો છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે કુખ્યાત સાજીદ ગુલામ મોહમ્મદ કોઠારી ઉર્ફે સજજુ કોઠારી તેના નાનપુરા જમરૂખગલી ખાતે આવેલા નિવાસસ્થાનની અંદર જ બનાવવામાં આવેલા ગુપ્ત રૂમમાં છે. જેથી ક્રાઈમ બ્રાન્ચે ઓપરેશન હાથ ધરી સજજુ કોઠારીને તેના ગુપ્ત રૂમમાંથી ઝડપી પાડયો હતો.

કુખ્યાત સજ્જુ કોઠારી ગુજસીટોક અને જમીન હડપ કરવાના અધિનિયમના આરોપી તરીકે ૨૨ જાન્યુઆરીના રોજ નાગપુરથી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પકડાયો હતો અને તેને શહેરમાં લાવવામાં આવ્યો હતો, કમનસીબે તે ૨૮ જાન્યુઆરીએ પોલીસ કસ્ટડીમાંથી ભાગી ગયો હતો અને ત્યારથી પોલીસની ટીમો તેને ફરીથી પકડવા માટે કામ કરી રહી હતી. દરમિયાન શુક્રવારે મોડી સાંજે ક્રાઈમ બ્રાન્ચની એક ટીમે ઘરમાં રેડ કરી હતી અને લાકડાની બનેલી દિવાલ તોડીને સજ્જુ કોઠારીને ઝડપી લીધો હતો.

પોલીસે પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સજ્જુ કોઠારી તેના ઘરે જ છુપાયો હોવાની બાતમીને આધારે ક્રાઈમ બ્રાંચે શુક્રવારે ટીમ તૈયારી કરી દીધી હતી. એસીપી આર. આર. સરવૈયા સહિત ૩ પીઆઈ, ૭ પીએસઆઈ અને ૪૦ પોલીસ જવાનો કુખ્યાત સજ્જુના નાનપુરાના જમરુખગલીના નિવાસ સ્થાને પહોંચ્યા હતા.

બહારથી જાેયું તો ગ્રાઉન્ડ પ્લસ પાંચ માળની બિલ્ડીંગનો મુખ્ય દરવાજાે બંધ હતો. આ દરવાજા પર કાંટા રૂપી લોખંડના ખિલ્લા જાેવા મળ્યા હતા. પરંતુ પોલીસે સીડી મંગાવી હતી અને સીડી પર ચઢી લોખંડનો મુખ્ય દરવાજાે ઓળંગી પહેલા માળે પહોંચ્યા હતા. પોલીસે જાેયું તો ત્યાં પણ દરવાજાને તાળું મારેલું હતું છતાં પોલીસે દરવાજાે ખખડાવ્યો હતો, પરંતુ ના ખુલતા બારીનો કાચ તોડી નાખ્યો હતો અને અંદરથી દરવાજાે ખૂલ્યો.

ત્યારબાદ એસીપી સહિત ૨૦થી વધુ પોલીસ જવાનોએ ૫ માળની બિલ્ડિંગ ૧૦થી વધુ વખત ફેંદી વળ્યા. કોઈ પણ ખુણે સજ્જુ કોઠારી મળ્યો નહીં. પરંતુ બાતમી હોવાને કારણે પોલીસે ઘરની અંદર શોધખોળ ચાલુ રાખી હતી. પોલીસે તપાસ કરતા ફર્નિચરની અંદર દિવાલ જણાઈ. આથી પોલીસને શંકા ગઈ કે અંદર જ સજ્જુ કોઠારી હોવો જાેઈએ. બહારથી પોલીસે બુમો પાડી દરવાજાે ખોલવા કહ્યું, પણ દરવાજાે ખોલ્યો નહીં.

અંતે પોલીસે દરવાજાે તોડી નાખ્યો. અંદર જાેતા જ સજ્જુ કોઠારી બેઠો હતો. અને ત્યાંથી પોલીસે ઝડપી લીધો હતો. સજ્જુની સાથે તેનો સાગરિત સમીર શેખ પણ બાજુની બિલ્ડીંગમાંથી પકડાયો હતો. ઉલ્લેખનીય છે કે, સજ્જુ કોઠારી પર સુરત શહેરમાં હત્યા, હત્યાની કોશિશ તથા બિલ્ડરો પાસેથી ખંડણી ઉઘરાવવા, સરકારી જમીનો પર કબજાે કરવા અને પોલીસ પર હુમલો તથા ગુજસીટોકના ગુના નોંધાયેલા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.