Western Times News

Gujarati News

પ્રેમ પ્રકરણ મુદ્દે થયેલ ઝઘડામાં વચ્ચે પડનાર યુવકની હત્યા

પ્રેમિકાને મળવા ગયેલ યુવકને પ્રેમિકાના ભાઈઓ મારતા હોઈ યુવક છોડાવવા વચ્ચે પડ્યો હતો

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે પ્રેમિકાને મળવા ગયેલ યુવકને યુવતીના ભાઈઓ માર મારતા હોઈ તેને છોડાવવા વચ્ચે પડેલ અન્ય યુવકને મુઢ માર મારી ગળુ દબાવી તેની હત્યા કરાઈ હોવાની ઘટના બનવા પામી છે.

ઝઘડીયા પોલીસ માંથી મળતી વિગતો મુજબ સ્વપ્નિલ પ્રવિણભાઇ વસાવા રહે.વખતપુરા તા.ઝઘડિયાનાને રાણીપુરા ગામની એક યુવતી સાથે પ્રેમ સંબંધ છે.આ યુવક ગતરોજ રાણીપુરા ગામે લગ્ન પ્રસંગમાં આવ્યો હતો.ત્યાર બાદ સ્વપ્નિલ રાતના અઢી વાગ્યાના અરસામાં તેની પ્રેમિકાને મળવા તેના ઘરના પાછળના વાડામાં ગયો હતો.

તે સમયે સ્વપ્નિલ વસાવાનો મિત્ર વિપુલ રહે.રાણીપુરા નજીકમાં રોડ ઉપર ઉભો રહેલ હતો.યુવતીને મળવા આવેલ તેના પ્રેમીને યુવતીના ભાઈઓ જાેઈ જતા તેઓ ઝઘડો કરીને સ્વપ્નિલને લાકડીના સપાટા મારવા લાગ્યા હતા. આ જાેઈને વિપુલ વસાવા છોડાવવા વચ્ચે પડ્યો હતો.

તે દરમિયાન યુવતીના ભાઈ હિતેશ બાબુભાઈ વસાવા અને વિપુલ બુધિયાભાઇ વસાવાએ છોડાવવા વચ્ચે પડનાર વિપુલ રતિલાલ વસાવાને ઢિકાપાટુનો તેમજ મુઢ માર મારીને તેનું ગળુ દબાવીને જમીન પર પાડી દીધો હતો.ઘટનાની જાણ વિપુલના પિતા રતિલાલ વસાવાને થતાં તેઓ તરત ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

ત્યારબાદ વિપુલને ઝઘડિયા સેવારૂરલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા,જ્યાં ફરજ પરના તબીબે વિપુલને મરણ પામેલ જાહેર કર્યો હતો.આ ઘટના બાબતે મૃતકના પિતા રતિલાલ રમણભાઈ વસાવા રહે.ગામ રાણીપુરા તા.ઝઘડિયાનાએ હિતેશ બાબુભાઈ વસાવા રહે. રાણીપુરા તા. ઝઘડિયા અને વિપુલ બુધિયાભાઈ વસાવા મુળ રહે.બામલ્લા તા.ઝઘડિયા હાલ રહે.રાણીપુરાના વિરુધ્ધ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી. પોલીસે ઘટના બાદ ગણતરીના કલાકોમાં આ બન્ને ઈસમોને ઝડપી લીધા હતા.

મરણ જનાર વિપુલની પિતરાઈ બહેનના લગ્ન હતા ઃ રાણીપુરા ગામે પ્રેમીકાને મળવા ગયેલા પ્રેમી સ્વપ્નિલ ને માર મારતા તેને છોડાવવા વચ્ચે પડેલા વિપુલ વસાવાને મારી મારી ગળું દબાવી તેનું મોત નિપજાવ્યું હતું.જે વિપુલ વસાવાનું મરણ થયું તેના પિતરાઈ બહેનના આજરોજ લગ્ન હતા અને ઝઘડિયા તાલુકાના રાયસીંગપુરા ગામ થી રાણીપુરા જાન આવવાની હતી પરંતુ પિતરાઈ ભાઈ ની હત્યાના પગલે ઉત્સાહનો માહોલ માતમમાં ફેરવાયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.