Western Times News

Gujarati News

આરોગ્ય સુવિધાઓ પરવડે તેવી અને બધા માટે સુલભ હોવી જાેઈએઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રી માંડવિયા

સુરત, સમાજમાં ડોકટરોની વધતી માંગને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી જીએમઇઆરએસ હાલની મેડિકલ કોલેજાેની મેડિકલ બેઠક ક્ષમતામાં ઝડપથી વધારો કરી રહી છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ અત્યાધુનિક સરકારી મેડિકલ કોલેજ બિલ્ડિંગનું ઉદ્‌ઘાટન કર્યું હતું. આ પ્રસંગે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી હૃષીકેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના- પીએમએસએસવાય હેઠળ વર્ષ ૨૦૧૭માં સરકારી મેડિકલ કોલેજાેમાં મેડિકલ સીટોની સંખ્યા ૧૫૦ થી વધારીને ૨૫૦ કરી છે. હાલમાં ૨૫૦ વિદ્યાર્થીઓની ચોથી બેચને ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૨થી પ્રવેશ મળ્યો છે.

નવી સિવિલ હોસ્પિટલના પરિસરમાં નવી મેડિકલ કોલેજની ઇમારત કેન્દ્ર સરકારની કુલ રૂ. ૧૨૦ કરોડની ગ્રાન્ટથી બે તબક્કામાં બનાવવામાં આવશે.

નવા બિલ્ડીંગમાં કુલ ૫ માળ, પાર્કિંગની સુવિધા માટે ગ્રાઉન્ડ ફ્લોર, વહીવટી બ્લોક, ૭૫૦ વિદ્યાર્થીઓની ક્ષમતાવાળા ૩ પરીક્ષા હોલ અને ૩૦૦ વિદ્યાર્થીઓ માટે ૪ લેક્ચર હોલ હશે. આ ઉપરાંત, બિલ્ડિંગ ફાયર સેફ્ટી, સ્ટાન્ડર્ડ લિફ્ટ, ઉત્તમ વેન્ટિલેશન સહિતની શ્રેષ્ઠ સુવિધાઓથી સજ્જ છે.

મનસુખ માંડવિયાએ કહ્યું કે દેશભરમાં મોટી સંખ્યામાં મેડિકલ કોલેજાે ખોલવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં મેડિકલ કોલેજાેની સંખ્યા ૩૮૭ થી વધારીને ૫૯૬ કરી છે. સ્મ્મ્જીની સીટોની સંખ્યા પહેલા ૫૨,૦૦૦ હતી, પરંતુ હવે તે ૯૨,૦૦૦ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન દેશમાં એક વિશાળ મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું છે અને સરકાર તે દિશામાં સતત ર્નિણયો લઈ રહી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.