Western Times News

Gujarati News

સુરતના અડાજણમાંથી નશાકારક દવાઓનો જથ્થો મળ્યો: કાર્યવાહી હાથ ધરાઇ

પ્રતિકાત્મક

સુરત, સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી નાર્કોટીક્સ ડ્રગ્સના દુષણને દુર કરવા માટેના પ્રયાસો શરુ કરાયા છે. ત્યારે શહેર વિસ્તારમાં આવી નશા માટે ઉપયોગમાં લેવાતી ટેબ્લેટ/સીરપ વેચાણ કરતા હોય તેવા મેડીકલ સ્ટોર્સ ઉપર વોચ રાખવામાં આવી હતી.

જેમાં અડાજણ વિસ્તારમાં એક મેડીકલ સ્ટોરમાં નશાકારક દવાઓ પ્રિસ્ક્રીપ્શન વગર વેચાતી હોવાની બાતમી મળેલ હતી. એસ.ઓ.જી. અને પોલીસ ઈન્સપેકટર આર.એસ સુવેરા દ્વારા ૫ અલગ – અલગ ટીમ બનાવવી ખાનગી રાહે વોચ રાખતા જથ્થો ગેરકાયદેસર જણાઈ આવ્યો હોવાથી મેડીકલ સ્ટોરના લાયસન્સ ધારક તથા સંચાલક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સુરત શહેર વિસ્તારમાં આવી નશા માટે ઉપયોગમાં લેવાતી ટેબ્લેટ/સીરપ વેચાણ કરતા હોય તેવા મેડીકલ સ્ટોર્સ ઉપર વોચ રાખવા માટે એસ.ઓ.જી. પોલીસ ઈન્સપેકટર આર.એસ સુવેરા દ્વારા ૫ અલગ – અલગ ટીમ બનાવવી ખાનગી રાહે વોચ રાખવામાં આવી હતી.

આ વોચ દરમિયાન અડાજણ વિસ્તારમાં એક મેડીકલ સ્ટોરમાં નશાકારક દવાઓ પ્રિસ્ક્રીપ્શન વગર વેચાતી હોવાની બાતમી મળેલ હતી .
એસ.ઓ.જી. દ્વારા ફુડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેકટ મહેશ ઇટાલીયા તથા સંદીપ પટેલ સાથે રાખીને અડાજણ ભુલકા ભુવન સ્કુલ પાસે મયુરી એપાર્ટમેન્ટ દુકાન નં .૭ માં ક્રિષ્ણા મેડીકલ સ્ટોર પર ટ્રેપ ગોઠવી ડમી ગ્રાહકને મોકલતા મેડીકલ સ્ટોરના સંચાલક રમેશ સોજીત્રા કોઇ પણ જાતના ડોકટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાયુક્ત દવાનું વેચાણ પોતાના મેડીકલ સ્ટોર ઉપરથી કર્યું હતું.

ટીમ દ્વારા તેના મેડીકલ સ્ટોર ઉપર રેઇડ કરીનશો કરવા માટે ઉપયોગમાં લેવાતી પ્રિસ્ક્રીપ્શન વગર વેચાણ કરાતી ટેબલેટો જેવી કે , અલ્પાઝપામ , ક્લોનાજેપામ વિગેરે તથા સીરપ જેવી કે કોડીન કોરેક્ષ , કોડીસ્ટાર , રેક્સોન અને કોડી કોલ્ડ વિગેરેનો નીચે મુજબનો જથ્થો કબ્જે કરવામાં આવી હતી.

નશો કરવા માટે ઉપયોગમા લેવાતી અલગ અલગ ટેબલેટ ૨૩૬૦ , નશાકારક સિરપ બોટલ નંગ ૨૨૩ અને મેડીકલ સ્ટોર માંથી કબ્જે કરવામાં આવેલ પ્રિસ્ક્રીપ્શન વગર વેચાણ કરાતી ટેબલેટ તથા સીરપના જથ્થા બાબતે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આગળની તપાસ હાથ ધરી છે. તેમજ તપાસ દરમ્યાન આ જથ્થો ગેરકાયદેસર જણાઈ આવ્યો તેથી મેડીકલ સ્ટોરના લાયસન્સ ધારક તથા સંચાલક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.