Western Times News

Gujarati News

મહિલાઓ અને પુરુષો એક દિવસે નહીં જઇ શકે પાર્કમાં!

અફઘાનિસ્તાન, અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજાને લગભગ ૯ મહિના વીતી ગયા છે. દિન-પ્રતિદિન પરિસ્થિતિ વણસી રહી છે. ત્યાં લોકો ગરીબી અને ભૂખમરાની સ્થિતિનો સામનો કરી રહ્યા છે. આ દરમિયાન તાલિબાનના નવા આદેશો પણ જાહેર કરવામાં આવી રહ્યા છે.

તાલિબાન સરકારે એક નવું ફરમાન બહાર પાડ્યું છે જેમાં મહિલાઓ અને પુરુષોને રાજધાની કાબુલમાં એકસાથે અને એક જ દિવસે એમ્યુઝમેન્ટ પાર્કમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો છે. નવા તુગલકી હુકમનામા હેઠળ, હવે અઠવાડિયામાં ૩ દિવસ ફક્ત મહિલાઓ અને બાકીના ૪ દિવસ પુરૂષોને પાર્કમાં પ્રવેશ આપવામાં આવશે.

મહિલાઓએ આ દરમિયાન હિજાબ પણ પહેરવાનું રહેશે. તાલિબાનના સંસ્કૃતિ મંત્રાલયે એક ફરમાન બહાર પાડ્યું છે કે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના જાહેર ઉદ્યાનોમાં મહિલાઓ અને પુરુષો એકસાથે જઈ શકશે નહીં. તાલિબાને જાહેર ઉદ્યાનોમાં મહિલાઓ અને પુરુષોના પ્રવેશ માટે અલગ-અલગ દિવસો પણ નક્કી કર્યા છે.

એટલે કે, મહિલાઓ માટે નિર્ધારિત દિવસોમાં પુરુષોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે અને પુરુષો માટે નિર્ધારિત દિવસોમાં મહિલાઓને છૂટ આપવામાં નહીં આવે.

અફઘાનિસ્તાન પર કબજાે જમાવનાર તાલિબાનના સાંસ્કૃતિક મંત્રાલયે પોતાના આદેશમાં કહ્યું છે કે મહિલાઓ રવિવાર, સોમવાર અને મંગળવારે ૩ દિવસ રાજધાની કાબુલમાં જાહેર પાર્કમાં જઈ શકશે. બીજી તરફ, મહિલાઓને ઈસ્લામિક હિજાબ પહેરીને જ પાર્કમાં પ્રવેશ મળશે. તાલિબાનના આદેશ અનુસાર, પુરુષો હવે માત્ર બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવારે શહેરના કોઈપણ પાર્કમાં જઈ શકશે.

પોતાના આદેશમાં તાલિબાને કહ્યું છે કે જાે મહિલાઓ પુરૂષો માટે નક્કી કરેલા દિવસોમાં અથવા પુરુષો મહિલાઓ માટે નક્કી કરેલા દિવસોમાં જાહેર પાર્કમાં જાય છે તો તેમને સખત સજા કરવામાં આવશે.

કોઈને પણ આ સજા વિરુદ્ધ અપીલ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. રવિવારે તાલિબાને વધુ એક નવું ફરમાન બહાર પાડ્યું હતું. તાલિબાને મહિલાઓને પુરૂષો વિના ફ્લાઇટમાં મુસાફરી કરવા પર પ્રતિબંધ મૂક્યો છે.

તાલિબાનનું કહેવું છે કે ફ્લાઇટ દ્વારા દેશમાં અથવા બહાર જવા માટે મહિલાને કેટલાક પુરૂષ સંબંધી સાથે હોવું જરૂરી છે. તાલિબાને કહ્યું છે કે જે મહિલાઓએ ટિકિટ બુક કરાવી છે તેમને સોમવાર સુધી મુસાફરી કરવાની છૂટ આપવામાં આવશે. જાે કે, મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, શનિવારે કાબુલ એરપોર્ટ પર કેટલીક મહિલાઓને ટિકિટ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.