Western Times News

Gujarati News

“સ્પેક” (બાકરોલ), એન્જીનીરીંગ કૉલેજનું ગૌરવ

બાકરોલ: તિરૂપતિ  ફાઉન્ડેશન  ટ્રસ્ટ  સંચાલિત  સરદાર પટેલ   કૉલેજ  ઑફ  એન્જીનીરીંગના  મિકેનિકલ વિભાગના ત્રીજા  વર્ષમાં  અભ્યાસ કરતા અને 2-CTC ના NCC કૅડેટ શુભમ પટેલે થલ સેના કેમ્પ (TSC-2019) દિલ્હીમાં સિનિયર વિભાગમાં ગુજરાતનું  પ્રતિનિધિત્વ  કર્યું હતું. વધુમાં TSC દિલ્હી ખાતે પસંદગી પામવા માટે 100 દિવસ ચાલતા વિભિન્ન કેમ્પમાં ભાગ લેવો પડે છે અને કપરી કસોટીઓમાંથી પસાર થવું પડે છે. વિવિધ પ્રક્રિયાઓને  અંતે ગુજરાતમાંથી 42 સિનિયર ડીવીઝનના  કૅડેટની  પસંદગી કરવામાં આવી હતી.

શુભમ પટેલ આ કેમ્પમાં પસંદગી પામ્યા તેમજ  શ્રેષ્ઠ પ્રદર્શનના લીધે  ગુજરાત ડાયરેક્ટરેટનું  દિલ્હી ખાતે નેતૃત્વ પણ કર્યું હતું. આ ઉપરાંત તેમણે  હૅલ્થ અને  હાઇજીન  અંતર્ગત યોજાયેલ સ્પર્ધામાં પણ તેમણે મહત્વનો ભાગ ભજવ્યો હતો

અને તેથીજ તો ગુજરાત રાજ્ય આ પ્રવુતિમાં  પાંચમાં સ્થાને રહ્યું હતું. આ સમગ્ર કેમ્પ માટે કેમ્પસ ના NCC  સંયોજક  પ્રૉ.આશિષ ધોકીયાસર  તેમજ સ્પેક , એન્જીનીયરીંગના NCC સંયોજક પ્રા. નિખિલ પરમારસર દ્વારા સંપૂર્ણ  માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું

ઉપરોક્ત સિદ્ધિ બદલ સંસ્થાનાં ચેરમેન શ્રી ગીરીશભાઈ પટેલસર, સેક્રેટરી શ્રી શિતલભાઈ પટેલસર , આચાર્ય ડૉ (પ્રૉ) ભાવેશભાઈ શાહસર , ઈન આચાર્ય શ્રી  ધવલ પટેલસર  અને મિકેનિકલ વિભાગના વડા પ્રૉ. નિકી પટેલ સર દ્વારા  વિદ્યાર્થીને શુભકામનાઓ પાઠવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.