Western Times News

Gujarati News

સરદાર સરોવર-નર્મદા ડેમની જળ સપાટી ૧૩૮.૨૩ મીટરે નોંધાઇ

File

રાજપીપલા : નર્મદા જિલ્લામાં કેવડીયા કોલોનીના સરદાર સરોવર-નર્મદા ડેમ ખાતે આજે તા. ૧૪ મી ઓક્ટોબર, ૨૦૧૯ ને સોમવારના રોજ બપોરે ૪:૦૦ કલાકે ડેમની  જળ સપાટી ૧૩૮.૨૩ મીટરે સપાટી નોંધાઇ હોવાના અહેવાલ કેવડીયા કોલોની ખાતેના નર્મદા ફ્લડ કંટ્રોલ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, આજે તા. ૧૪ મી ઓક્ટોબરના રોજ બપોરે ૪:૦૦ વાગ્યાની પરિસ્થિતિએ નર્મદા ડેમમાં ૬૯,૫૦૯ ક્યુસેક પાણીના ઇનફલો સામે ૩૭,૧૫૦ ક્યુસેક પાણીનો આઉટફ્લો નોંધાયો હતો. તા. ૯ મી ઓગષ્ટ, ૨૦૧૯ ના રોજ નર્મદા ડેમના દરવાજા સૌ પ્રથમ ખોલાયા ત્યારથી નર્મદા ડેમ સાઇટ ખાતે રિવર બેડ-ભૂગર્ભ જળ વિદ્યુત મથક ખાતે ૬ યુનિટ આજદિન સુધી સતત વિજ ઉત્પાદન કરી રહ્યા છે અને આજે તા. ૧૪ મી ઓક્ટોબર, ૨૦૧૯ ના રોજ સવારના ૮:૦૦ વાગ્યા સુધીના છેલ્લા ૨૪ કલાક દરમિયાન R.B.P.H -ભૂગર્ભ જળ વિદ્યુત મથક દ્વારા ૨૪,૪૫૪ મેગાવોટ વિજ ઉત્પાદન થયું છે. જ્યારે C.H.P.H-  કેનાલ હેડ પાવર હાઉસ ખાતે પણ ૫૦ મેગાવોટના યુનિટો મારફત છેલ્લાં ૨૪ કલાક દરમિયાન ૧,૭૩૬ મેગાવોટનું વિજ ઉત્પાદન નોંધાયેલ હોવાના અહેવાલ નર્મદા ફલ્ડ કંટ્રોલ કક્ષ, કેવડીયા તરફથી પ્રાપ્ત થયાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.