Western Times News

Gujarati News

મિડીયા ડેવલપમેન્ટ ઓફ ઇન્ડીયાનુ ૨૨મુ રાષ્ટ્રીય અધિવેશન આણંદ ખાતે યોજાયું

(પ્રતિનિધિ)હળવદ, પત્રકારત્વ જગતના હિતો જાળવવા તેમજ સમસ્યાઓને વાચા આપી,હલ કરવા સમગ્ર ભારતમા છેલ્લા બાવીસ વર્ષથી કાર્યરત એવા મિડીયા ડેવલપમેન્ટ ઓફ ઈન્ડીયા(MDI)નુ બાવીસમુ રાષ્ટ્રીય અધિવેશન આણંદ (ગુજરાત) ખાતે એમ.ડી.આઇના રાષ્ટ્રીય અધ્યક્ષ સુભાષભાઈ નાયકની અધ્યક્ષતામા મળ્યું હતું.

જયારે,આ પ્રસંગે મુખ્ય અતિથી તરીકે વિવિધ એવોર્ડ વિજેતા વડોદરા સ્થીત યોગાચાર્ય રાજેશ બારોટ,એમ.ડી.આઇના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રકાશ ગોર (મુંબઈ),ગુજરાતના પ્રમુખ રાજેન્દ્ર પટેલ,મધ્ય પ્રદેશના પ્રમુખ શૈલેન્દ્રસિંહ બોરલિયા,યંગ લીડરના સંપાદક ધમેર્દ્ર જૈન સહિત વિવિધ રાજયોના પ્રતિનીધીઓ હાજર રહ્યા હતા.

દિપ પ્રાગ્ટયથી કાર્યક્રમની શરૂઆત બાદ સ્વાગત,પ્રસંગોચિત ઉદબોધન બાદ,ચર્ચા સત્રમા વિવિધ પ્રશ્નો પર તેમજ ભાવિ આયોજન અને વિકાસ અંગે પત્રકારોને આવાસ અને પેન્શન મુદે પણ વિસ્તાર પુર્વક ચર્ચા કરવામા આવેલ હતી.

આ તકે વરીષ્ટ પત્રકારો અને એમ.ડી.આઇના સદસ્ય એવા ભુપેન્દ્ર જાેશી, જીજ્ઞેશકુમાર રાવલ, ગીરીશ ભાનુશાળી,દિનેશ શર્મા, ભાવના જાેશી, કીરીટ શ્રીમાળી, રીઝવાન મન્સુરી સહિતના લોકો હાજર રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા એમ.ડી.આઇ સંલગ્ર વેબ ચેનલ મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ કલ્પેશ ઓઝા, જયેશ બારોટ, અનિલ વાળા વગેરે એ જહેમત ઉઠાવી હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.