Western Times News

Gujarati News

ન્યૂયોર્કના ટાઇમ્સ સ્ક્વેર ખાતે રમઝાનના પ્રથમ દિવસે મુસ્લિમોએ નમાજ અદા કરી

વોશિંગ્ટન, અમેરિકાના ઈતિહાસમાં પ્રથમ વખત મુસલમાનોએ ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેર ખાતે નમાજ અદા કરી છે. આ સમયે હજારોની સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. તરાવીહની નમાજ પઢવામાં આવી હતી.

મુસ્લિમોએ માર્ગ ઉપર નમાજ પઢવાથી સોશિયલ મીડિયા ઉપર ચર્ચા શરૂ થઈ હતી. અનેક લોકો ટાઈમ્સ સ્ક્વેર ખાતે નમાઝ પઢવાનું સમર્થન કરી રહ્યા છે, તો અનેક લોકો આ બાબતનો વિરોધ કરી રહ્યા છે.

આ આયોજન અંગે અનેક લોકો દ્વારા ટીકા કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા ઉપર સક્રિય UAE સ્થિત હસન સજવાનીએ કહ્યું- માર્ગ ઉપર નમાજ અદા કરવાથી ત્યાં માર્ગો ઉપર પસાર થતા લોકોને ઘણી મુશ્કેલી પડે છે.

ન્યૂયોર્કમાં 270થી વધારે મસ્જિદ છે, જે નમાજ માટે સૌથી સારી જગ્યા છે. મજહબનું પ્રદર્શન કરવા માટે લોકોએ માર્ગો પરનો વાહન વ્યવહાર અટકાવવાની કોઈ જરૂર નથી. આ એ માર્ગ નથી કે જે ઈસ્લામ આપણને શીખવે છે.

ગલ્ફ ટુડેના એક અહેવાલમાં જણાવ્યા પ્રમાણે-અમેરિકાના ઈતિહાસમાં આ પ્રથમ વખત છે કે જ્યારે મુસ્લિમોએ ટાઈમ્સ સ્ક્વેર જેવી પ્રસિદ્ધ જગ્યા ઉપર નમાજ કરી છે.

આ કાર્યક્રમના આયોજકોએ કહ્યું હતું કે અમેરિકામાં રહેતા મુસ્લિમો ઈચ્છતા હતા કે રમઝાન ન્યૂયોર્ક સિટીના આ બહુચર્ચિત જગ્યા ઉપર ઉજવણી કરવામાં આવે અને લોકોને સંદેશ આપવામાં આવે કે ઈસ્લામ શાંતિ પસંદ કરતો મજહબ છે. આયોજકના મતે-ઈસ્લામ અંગે વિશ્વમાં ખોટી ધારણા પ્રવર્તિ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.