Western Times News

Gujarati News

રૂપાલીના પિતાને ધર્મેન્દ્ર સાથે ફિલ્મ કરીને થયું હતું નુકસાન

મુંબઇ, રૂપાલી ગાંગુલીએ તેના જન્મદિવસ પર મળેલા અભિનંદન અને શુભેચ્છાઓ બદલ ચાહકો સહિત દરેકનો આભાર માન્યો છે. ૫ એપ્રિલે જન્મેલી ‘અનુપમા’ ફેમ અભિનેત્રીના પિતા અનિલ ગાંગુલી જાણીતા ફિલ્મ નિર્માતા હતા. કેટલીકવાર ફિલ્મ નિર્માતાઓને ફિલ્મ બનાવતી વખતે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

જાે ફિલ્મ હિટ થઈ જાય તો માલામાલ, અને જાે ફ્લોપ થઈ જાય અથવા કોઈ કારણસર મોડું થઈ જાય તો મોટું નુકસાન વેઠવું પડે છે. હિન્દી સિનેમાના શોમેન રાજ કપૂર પણ આવી પરિસ્થિતિમાંથી પસાર થયા છે.

રૂપાલી ગાંગુલીએ તાજેતરમાં આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ‘લોકો તેમની ફિલ્મો બનાવવા માટે પોતાના ઘર વેચી દે છે, મારા પિતા સાથે પણ કંઈક આવું જ થયું હતું. મારા પિતા ફિલ્મો વહેલી પૂરી કરવા માટે જાણીતા હતા. પાપાએ ૪૦ દિવસમાં ફિલ્મ ‘સાહેબ’ બનાવી હતી.

પાપાએ ધર્મેન્દ્ર સાથે એક ફિલ્મ બનાવી હતી, જેને બનાવવામાં ૩-૪ વર્ષનો સમય લાગ્યો હતો. ફિલ્મના ૪ વર્ષ વિલંબને કારણે તેના પિતાએ પોતાનું ઘર પણ વેચવું પડ્યું હતુ. રૂપાલી ગાંગુલીએ જણાવ્યું કે, ‘પાપા અનિલ ગાંગુલીએ ૧૯૯૧માં ધર્મેન્દ્ર સાથે ફિલ્મ ‘દુશ્મન દેવતા’ બનાવી હતી. તેમાં ડિમ્પલ કાપડિયા, આદિત્ય પંચોલી, ગુલશન ગ્રોવર અને સોનમ હતા. આ ફિલ્મનું સંગીત બપ્પી લાહિરીએ આપ્યું હતું.

ધર્મેન્દ્ર અભિનીત આ ફિલ્મ ૪ વર્ષ વિલંબિત થઈ, જેના કારણે અમારા પરિવારને મોટું નુકસાન સહન કરવું પડ્યું. પરંતુ તે સાચું હતું. ફિલ્મ ઉદ્યોગમાં ઉતાર-ચઢાવ થતા રહે છે. તમને જણાવી દઈએ કે ‘અનુપમા’ ફેમ એક્ટ્રેસ રૂપાલી ગાંગુલીએ માત્ર સાત વર્ષની ઉંમરે એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. તેણે પિતા અનિલ ગાંગુલીની ફિલ્મ ‘સાહેબ’થી ફિલ્મી દુનિયામાં ડેબ્યૂ કર્યું હતું.

આ ફિલ્મમાં અનિલ કપૂર, અમૃતા સિંહ, રાખી, ગુલઝાર જેવા દિગ્ગજ કલાકારો હતા. રૂપાલીએ જણાવ્યું કે, ‘અમે શાળાની રજાઓમાં શૂટિંગ સેટ પર આવતા હતા. અમને એક્સ્ટ્રાની જેમ ઉભા રાખી અને શોટ લેતા. રૂપાલીએ કહ્યું કે મારા પિતાએ ઘણો સંઘર્ષ કર્યો હતો.

કોલકાતાથી જ્યારે મુંબઈ આવ્યા ત્યારે ફૂટપાથ પર સૂવું પડ્યુ હતુ. તેમણે જગજીત સિંહ સાથે રૂમ શેર કર્યો. ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થયા બાદ તેમણે પોતાનું સ્થાન બનાવ્યું હતું. અનિલ ગાંગુલી જયા ભાદુરી અભિનીત ‘કોરા કાગઝ’ અને ‘તપસ્યા’ ફિલ્મો માટે જાણીતા છે. આ બંને ફિલ્મો માટે નેશનલ ફિલ્મ એવોર્ડ પણ મળ્યો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.