Western Times News

Gujarati News

સ્કૂલોની સ્થિતિ-શિક્ષણ વ્યવસ્થા તપાસવા ગુજરાત આવશે દિલ્હીના શિક્ષણમંત્રી

અમદાવાદ, ગુજરાતના શિક્ષણમંત્રીને રાજ્યની શિક્ષણ વ્યવસ્થાનો અરીસો બતાવાતા જેને વિશ્વાસ ન હોય અને ન ગમતું હોય તે લોકો બીજા રાજ્ય કે દેશ ચાલ્યાં જાવની ડંફાસ બાદ હવે ગુજરાતમાં અને સમગ્ર દેશમાં આ નિવેદનો મુદ્દે રાજકરણ ગરમાઈ રહ્યું છે.

રાજકોટના ભાજપ પ્રભારી અને રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી પોતાના નિવેદનને લઇને ટ્વીટર પર ટ્રોલ થઈ રહ્યાં છે.યુઝર્સે કોણ છે જીતુ વાઘણી નામનો હેશટેગ ચલાવ્યો હતો. હવે આ મામલે દિલ્હીના ઉપમુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી સિસોદિયાએ ઘી હોમવાનું કામ કર્યું છે.

દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું કે, વાઘાણીના આ નિવેદનમાં અહંકાર અને સ્વીકૃતિ છે, તેમણે આ દિશામાં કોઇ કાર્ય નથી કર્યું. હું તેમને પૂછવા માગું છુ કે જો તમે શિક્ષણ વ્યવસ્થા સારી નથી કરી શકતા તો દેશ કઇ રીતે ચાલશે ? તેમણે વધુમાં કહ્યું કે,હું સોમવારે ગુજરાતની શાળાઓને જોવા આવીશ,ત્યાંની સ્થિતિ કેવી તે પણ આપણે ચકાસીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.