Western Times News

Gujarati News

‘સાસ, બહુ ઔર સાઝિશ’ની સફળતાનાં 15 ભવ્ય વર્ષોની ઉજવણી ABP Newsએ કરી

દેશનાં નંબર 1 એન્ટરટેઇન્મેન્ટ ન્યૂઝ શો તરીકે સ્થાન જાળવી રાખ્યું

 નવી દિલ્હી, એબીપી ન્યૂઝે લોકપ્રિય ટીવી શો સાસ બહુ ઔર સાઝિશ (એસબીએસ)નાં પડદા પાછળનાં દ્રશ્યો અને લોકપ્રિય સ્નિપ્પેટ્સ સાથે મનોરંજન જગતનાં શ્રેષ્ઠ સમાચારો પ્રસ્તુત કરવાની પોતાની કટિબદ્ધતાનાં 15 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. આ 15 વર્ષ પૂર્ણ થવાની સફળતા સ્વરૂપે એબીપીએ આજે ટ્વિટર પર હેશટેગ #SBS15 અને #EntertainmentJahaTakSBSWahaTak અભિયાન શરૂ કર્યું છે, જેનો ઉદ્દેશ તેમનાં દર્શકો સાથે જોડાણ વધારવાનો અને તેમને સાથસહકાર આપવા બદલ આભાર માનવાનો છે. નંબર 1 પોઝિશન જાળવી રાખીને એસબીએસ કોઈ પણ ન્યૂઝ ચેનલ પર સૌપ્રથમ એન્ટરટેઇન્મેન્ટ ન્યૂઝ શો છે, જેનું નિર્માણ એબીપી ન્યૂઝે કર્યું હતું. આ શોની સફર નોંધપાત્ર રહી છે અને દર્શકો વચ્ચે જબરદસ્ત લોકપ્રિયતા મેળવી છે.

 ટીમને અભિનંદન આપતાં બોલીવૂડનાં સુપરસ્ટારો પ્રિયંકા ચોપરા, શાહરૂખ ખાન, સલમાન ખાને, એકતા કપૂર અને રાજીવ ખાડેલવાલે (Bollywood Priyanka Chopra, Shahrukh Khan, Salman Khan, Ekta Kapoor, Rajiv Khandelwal) પણ સોશિયલ મીડિયા પર આ સફળતા પર ખુશી વ્યક્ત કરી છે. વર્ષ 2004માં શરૂઆતથી એસબીએસને એનાં દર્શકો પાસેથી જબરદસ્ત પ્રશંસા મેળવી હતી તથા ઉદ્યોગનાં સમીક્ષકો અને સેલિબ્રિટીઓ પાસેથી એકસમાન પ્રશંસા મેળવી છે.

એબીપી ન્યૂઝ નેટવર્કનાં સીઇઓ શ્રી અવિનાશ પાંડેએ (ABP News Network CEO Avinash Pandey) સાસ, બહુ ઔર સાઝિશની સફળતાનાં કારણો દર્શાવતાં કહ્યું હતું કે, અતિ સ્પર્ધાત્મક તથા મનોરંજન અને મીડિયાનાં બદલાતા ક્ષેત્રનો વિચાર કરીને અમે એન્ટરટેઇન્મેન્ટ ન્યૂઝ શોનું આયોજન કરવા પર ગર્વ અનુભવીએ છીએ, જે એક દાયકાથી વધારે સમયથી ઉચિત ટેગલાઇન ધરાવે છે. શોની વ્યૂઅરશિપમાં વધારો સતત લોકપ્રિયતામાં વધારો સૂચવે છે. અમે છેલ્લાં 15 વર્ષમાં દર્શકોનો સતત પ્રેમ અને સપોર્ટ મેળવ્યો છે તથા અમે આ વર્ષો દરમિયાન અમારામાં મૂકેલા વિશ્વાસથી ઉત્સાહિત છીએ, જેથી શોએ નંબર 1 પોઝિશન જાળવી રાખી છે.

 છેલ્લાં 15 વર્ષથી દર્શકોમાં સાસ, બહુ ઔર સાઝિશ પ્રોગ્રામે લોકપ્રિયતાનો તાજ જાળવી રાખ્યો છે. સેટ પર એન્કર અદિતિ અરોરા છેલ્લાં 15 વર્ષથી શો સાથે સંકળાયેલી છે. આ શોએ ટેલીવિઝન પર એન્ટરટેઇન્મેન્ટ ન્યૂઝ બીટની અલગ કેટેગરી ખરાં અર્થમાં ઊભી કરી છે, જેથી આ સફળતા વધારે મહત્ત્વપૂર્ણ છે. આગામી વર્ષોમાં વૃદ્ધિ જાળવી રાખવાનાં ઉદ્દેશ સાથે એબીપી એસબીએસને વધારે ભવ્ય અને મનોરંજક બનાવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.