Western Times News

Gujarati News

મોરબીઃ દીધડીયા ગામે દીવાલ પડતાં બે સગા ભાઈ સહિત ત્રણના મોત

મોરબી, મોરબી જિલ્લાના હળવદના દીધડીયા ગામે કરુણાંતિકા સર્જાઈ હતી. ખાલી પ્લોટમાં સાફ સફાઈ ચાલી રહી હતી ત્યારે અચાનક દિવાલ ધરાશાઈ થઈ હતી. દિવાલ ધરાશાઈ થતાં દિવાલ નીચે આવી જતાં ત્રણ લોકોનાં કરુણ મોત નિપજ્યાં છે. એક જ પરિવારના ત્રણ લોકોનાં મોત નિપજતાં સમગ્ર પંથકમાં શોકનો માહોલ પ્રસરી ગયો છે.

દીધડીયા ગામે હકાભાઈ અને વિપુલભાઈ (બંને સગા ભાઈ) અને તેમનો ભત્રીજો મહેશ કાંજીયા ઘર પાસે આવેલા ખાલી પ્લોટમાં સાફ સફાઈ કરી રહ્યા હતા. આજે રાતે માતાજીનો માંડવો રાખેલ હોવાથી નાનકડા પ્રસંગનું આયોજન કરવાનું હોવાથી પ્લોટમાં સાફસફાઈ ચાલી રહી હતી. આ દરમિયાન અચાનક દિવાલ ધરાશાઈ થઈ હતી. આ દિવાલ નીચે બંને ભાઈ અને ભત્રીજો આવી ગયા હતા અને તેમના મોત નિપજ્યાં હતાં.

મળતી માહિતી મુજબ આવતીકાલે મૃતક હકાભાઈની દિકરીના લગ્ન પણ લખવાના હોવાથી ઘરમાં ઉત્સાહનો માહોલ હતો. પરંતુ હવે ઘરના મોભી અને ભાઈ-ભત્રિજાનું કરુણ મોત થતાં સમગ્ર પરિવારમાં શોકમાં મા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.