Western Times News

Gujarati News

ગોધરામાં રામનવમીના પાવન પર્વ નિમિતે ભગવાન રામની ભવ્ય શોભાયાત્રા નીકળી

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરા ખાતે રામનવમીના પાવન પર્વે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ ની ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.હોળી ચકલા રામજી મંદિરથી વાજતે ગાજતે શોભાયાત્રાનું પ્રસ્થાન થયા બાદ પરંપરાગત રૂટ ઉપર થઇ શોભાયાત્રાનું રામજી મંદિર ખાતે સમાપન થયું હતું.

શોભાયાત્રા દરમિયાન જય જય શ્રી રામ ના ગગનભેદી જયઘોષ વચ્ચે ગોધરા શહેરની ગલીઓ રામ ભક્તિમય બની ગઇ હતી.શહેરીજનોએ પણ મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જાેડાઈ અભૂતપૂર્વ સહકાર પૂરો પાડ્યો હતો જેને લઇ ભગવાન રામ ની શોભાયાત્રા આકર્ષણનો ભાગ બની હતી.

ગોધરા સહિત પંચમહાલ જિલ્લામાં ભગવાન શ્રી રામની જન્મ જ્યંતી નિમિત્તે ઠેર ઠેર શોભાયાત્રા અને પૂજા અર્ચનાના કાર્યક્રમો યોજાયા હતા.

ગોધરા ખાતે વિહિપ,બજરંગ દળ અને રાષ્ટ્રીય સ્વંય સંઘ તેમજ સમસ્ત હિન્દૂ સમાજ દ્વારા રામનવમીના પાવન પર્વે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ ની શોભાયાત્રા યોજવામાં આવી હતી.હોળી ચકલા સ્થિત રામજી મંદિર ખાતેથી ભગવાન શ્રી રામની પાલખી સાથે શોભાયાત્રાનું વિધિવત પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

શોભાયાત્રામાં રાજયકક્ષાના આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથાર,ગોધરા ધારાસભ્ય સી.કે.રાઉલજી,હાલોલ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર,જિલ્લા પંચાયત પ્રમુખ,નગરપાલિકા પ્રમુખ સંજય સોની, જિલ્લા ભાજપના પદાધિકારીઓ, હોદ્દેદારો, વિહિપ અને બજરંગ દળના કાર્યકરો,સ્વંય સેવકો,સમસ્ત હિન્દૂ સમાજના અગ્રણીઓ અને

મોટી સંખ્યામાં શહેરીજનો શોભાયાત્રામાં જાેડાયા હતા.શોભાયાત્રા દરમિયાન ઠેર ઠેર સ્વાગત અને શરબત વિતરણ કરવામાં આવ્યું હતું.

શોભાયાત્રામાં જાેડાયેલા રામભક્તોમાં અનેરો ઉત્સાહ જાેવાયો હતો સૌ ડીજે અને ભગવાન રામના જયકાર સાથે ઝૂમી ઉઠ્‌યા હતા.શોભાયાત્રા દરમિયાન પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.

પરંપરાગત રૂટ થઈ શોભાયાત્રા પરત રામજી મંદિર પહોંચી હતી દરમિયાન મહા આરતી સાથે સમાપન કરાયું હતું.શોભાયાત્રા દરમિયાન વિવિધ પરિધાન સજ્જ મહિલાઓ,તલવાર બાજી,લાઠી દાવ કરતબ આકર્ષણનો ભાગ બન્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.