Western Times News

Gujarati News

ગટર લાઇનના રીપેરીંગ માટે લાખો રૂપિયાનો વિકાસ પથ પરનો ફુટપાથ તોડી પાડ્યો

વિરપુર ગ્રામ પંચાયતના કોન્ટ્રાક્ટરની ધોર બેદરકારી

(પ્રતિનિધિ) વિરપુર,

વિરપુર નગર માંથી પસાર થતો સ્ટેટ હાઇવે જે થોડાક વર્ષો પહેલા નવો બન્યો હતો જ્યારે રસ્તાની આજુ બાજુમાં રાહદારીઓને માટે અવર જવર માટે લાખો રૂપિયા ખર્ચીને ફુટપાથ બનાવવામાં આવ્યો હતો.

જે વિરપુર ગ્રામ પંચાયતના બની બેઠેલા કોન્ટ્રાક્ટરે લાખો રૂપિયાનો વિકાસ પથ પરનો ફુટપાથ ગટરના કામકાજ માટે તોડી પાડતાં સ્થાનિક લોકોમાં આક્રોશ જાેવા મળ્યો છે.

મળતી વિગતો મુજબ આ રસ્તા ઉપર યોગેશ્વર સોસાયટીનું ગટરનું પાણી રોડ પર આવી જવાની સમસ્યા હોવાના કારણે વિરપુર ગ્રામ પંચાયત દ્વારા નવીન ગટર પાઇપ લાઈન કરવામા આવેલ હતું જેને લઇને પ્રાઈવેટ કોન્ટ્રાક્ટર દ્રારા ફૂટપાથ તોડી પાડ્યો હતો જેને લઈને સરકારી નાણાંનો વ્યય થયો છે

ઉપરાંત નવી ગટર લાઇનનુ કામ છેલ્લા બે માસથી પૂર્ણ થઈ ગયું છે તેમ છતાં વિકાસ પથ પરનો ફુટપાથનુ રીપેરીંગ કામ કરવામાં આવ્યું નથી જેને લઈને રાહદારીઓને અવર જવર કરવા માટે ભારે હાલાકી વેઠવી પડી રહી છે ત્યારે આવા બની બેઠેલા કોન્ટ્રાક્ટર સામે સરકારી મીલકતને નુકસાન કરવા બદલ કાયદેસરની કાર્યવાહી થવી જાેઈએ તેવું સ્થાનીકોની ઉગ્ર માંગ ઉઠી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.