Western Times News

Gujarati News

છેલ્લા બે વર્ષમાં કરોડોના અલ્ટ્રા લક્ઝુરિયસ ફ્લેટની માંગ બમણી થઈ

અમદાવાદ, છેલ્લા કેટલાક સમયથી ખાસ કરીને કોરોના બાદ ૨ વર્ષથી અમદાવાદીઓ ફાઈવ સ્ટાર રિસોર્ટ જેવી સુવિધા આપતા એપાર્ટમેન્ટ પર ખર્ચો વધુ કરી રહ્યા છે. મહામારીએ શહેરમાં અલ્ટ્રા લક્ઝુરિયસ અને વિશાળ એપાર્ટમેન્ટની માંગણીમાં બે ગણો વધારો કર્યો છે.

તેમ ડેવલોપર્સ જણાવ્યું હતું. આ સેગમેન્ટમાં જુલાઈ ૨૦૨૦થી અત્યાર સુધીમાં રુ.૩૫૦૦ કરોડના ટ્રાન્ઝેક્શન થયા છે. રુ. ૫ કરોડથી રુ. ૧૨ કરોડની રેન્જના ૪ અને ૫ બીએચકેના આ ફ્લેટ્‌સ શહેરના શિલજ-હેબતપુરથી કર્ણાવતી ક્લબ સુધીના વિસ્તારમાં આવેલા છે.

જેમાં ઈસ્કોન-આમ્બલી રોડ અને સિંધુભવન રોડનો પણ કેટલોક ભાગ સમાવેશ થાય છે. આવા અલ્ટ્રા લુક્ઝુરિયસ ફ્લેટનો કુલ વિસ્તાર કુલ ૬૦૦૦થી ૧૦૦૦૦ સ્ક્વેર ફીટમાં ફેલાયેલો હોય છે.

આ મોંઘેરા ફ્લેટમાં સેન્ટ્રલાઇઝ્‌ડ એર કંડિશન, સેન્ટ્રલાઈઝ્‌ડ આરઓ સિસ્ટમ, ઇટાલિયન માર્બલ ફ્લોરિંગ, સાઉન્ડ પ્રુફ વિન્ડોઝ, પૂર્ણ સુવિધાઓથી સજ્જ કિચન, તેમજ પ્રીમિયમ ક્લબ દ્વારા ઓફર કરવામાં આવતી હોય તેવી એમેનિટિઝ ઓફર કરવામાં આવે છે.

ડેવલોપર્સ જાેઈ રહ્યા છે કે આ સેગમેન્ટ્‌સમાં માગનો સતત વધારો થઈ રહ્યો છે કારણ કે મોટી સંખ્યામાં લોકો બંગલા છોડીને આવા એપાર્ટમેન્ટ તરફ વળી રહ્યા છે. આવા એપાર્ટમેન્ટ અંગે ડેવલોપર પારસ પંડિતે કહ્યું કે ‘આવા એપાર્ટમેન્ટ્‌સ લેનાર ક્લાસ ખૂબ જ અલગ હોય છે.

સામાન્ય રીતે અલ્ટ્રા લક્ઝુરિયસ બંગલો ખરીદવો ખૂબ જ મોંઘો પડે છે તેવામાં કંપનીના સીઈઓ અને ઇન્ડસ્ટ્રાલિસ્ટ માટે આ એપાર્ટમેન્ટ્‌સ પહેલી પસંદ છે.

અમદાવાદ ક્રેડાઈના અધિકારીએ કહ્યું કે મહામારીએ અલ્ટ્રા લક્ઝુરિયસ સેગમેન્ટના ખરીદદારોની જરુરિયાતોને બિલકુલ બદલી નાખી છે. જેના કારણે શહેરમાં આ સેગમેન્ટમાં માગણી પણ ખૂબ વધી રહી છે.

અમદાવાદ ક્રેડાઈના પ્રેસિડેન્ટ તેજસ જાેશીએ કહ્યું કે ‘જુલાઈ ૨૦૨૦થી શહેરમાં ૫૫૦થી પણ વધુ અલ્ટ્રા લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ્‌સ વેચાયા છે. જેની એવરેજ કિંમત રુ. ૭ કરોડ જેટલી છે.’ તેમણે વધુમાં કહ્યું કે આમ તો આ સેગમેન્ટમાં છેલ્લા પાંચ વર્ષથી પ્રગતિ જાેવા મળી છે જાેકે મહામારી પહેલા વર્ષમાં આવા વધુમાં વધુ ૧૫૦ જેટલા ફ્લેટ લોન્ચ થતા હતા.

પરંતુ છેલ્લા ૨ વર્ષમાં આવા ૮૦૦ એપાર્ટમેન્ટ્‌સ લોન્ચ થયા છે જેની કિંમત રુ. ૫ કરોડથી રુ.૧૨ કરોડની રેન્જમાં છે. જે પૈકી ૭૦ ટકા જેટલા ફ્લેટ્‌સ એટલે કે રુ. ૩૫૦૦ કરોડના ફ્લેટ બુક પણ થઈ ગયા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.