Western Times News

Gujarati News

ગુજરાતનું એક એવું ગામ જયાં 90% વસ્તી મુસ્લિમ, જૈન પરિવાર નથી પણ જૈન દેરાસર

ચીખલી તાલુકાના  આલીપોર ગામમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો ભાઈચારાથી વર્ષાેથી રહે છે અને ધાર્મિક પ્રસંગોમાં હાજરી પણ આપે છે

ચીખલી, ચીખલી તાલુકાનું એક એવુ ગામ જે ગામમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો ભાઈચારાથી વર્ષાેથી રહેતા આવ્યા છે. અને આજે પણ રહે છે. ચીખલી તાલુકાનું આલીપોર ગામ જે એક એવું ગામ છે કે જેમાં મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં રહે છે.

ગામમાં જૈન દેરાસર આવેલું છે અને અહીં એકપણ જૈન પરિવાર રહેતો નહીં હોવા છતાં ગામમાં આવેલ જૈન દેરાસરમાં હિન્દુ અને મુસ્લિમ ભેગા મળીને તમામ પ્રસંગની ઉજવણી ધામધૂમથી કરતા આવ્યા છે. જેથી આલીપોર ગામ હિન્દુ અને મુસ્લિમની એક્તાની પ્રતીક બની ગયું છે.

અયોધ્યા રામમંદિરનો ચુકાદો આવ્યો હતો ત્યારે આ ચૂકાદાને દેશભરના લોકોએ વધાવી લીધો છે. આ ચુકાદો આવે એ પહેલાં સમગ્ર દેશમાં કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. ચીખલીના સેવાભાવી કાર્યકર ભાવિન શાહના જણાવ્યા પ્રમાણે આલીપોર ગામના લોકો આજે ત્રણ પેઢીથી પણ વધુ સમયથી ધાર્મિક એક્તાને કારણે જાણીતા બન્યા છે.

ચીખલી નેશનલ હાઈવે નં.૪૮ને અડીને આવેલા આ ગામમાં ૯૦ ટકા મુસ્લિમ પરિવારો વસવાટ કરે છે એમ કહીએ તો કઈ ખોટું નથી કે આ ગામ મુસ્લિમ સમાજનું જ ગામ છે. આ ગામમાં ૨ મદ્રેસા અને ૫ મસ્જીદ પણ આવેલી છે.

આ સાથે મુસ્લિમોની વસતી ધરાવતા આ ગામમાં એક જૈન દેરાસર પણ આવેલું છે. જાણીને આશ્ચર્ય થાય કે ગામ જાે મુસ્લિમોનું હોય તો તે ગામમાં જૈન દેરાસર કેવી રીતે ? વાત સાચી છે. જે ગામમાં એકપણ જૈન પરિવાર રહેતો નહીં હોય ત્યાં જૈન દેરાસર ક્યાંથી આ જૈન દેરાસરનો ઈતિહાસ જુનો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.