Western Times News

Gujarati News

શોપિયામાં આતંકવાદીઓનો સફરજનનાં ટ્રક પર હુમલો

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરના શોપિયા માં આતંકવાદીઓેએ રાજસ્થાનના ટ્રક પર નિશાન સાધ્યુ હતું. આતંકીઓએ ટ્રક ડ્રાઇવરને ગોળી મારી હત્યા કરી હતી. આ ઘટનાને લઇને ઘાટીમાં સર્ચ ઓપરેશન શરુ કરાયુ હતું. જમ્મુ-કાશ્મીરના શોપિયા જિલ્લાના શિરમાલમાં આતંકીઓએ રાજસ્થાન રજિસ્ટર્ડ નંબરના એક ટ્રક પર નિશાન સાધ્યું હતું. આતંકીઓએ જે ટ્રક ડ્રાઇવરને ગોળી મારી હતી, તેનુ નામ શોરી ખાન જણાવામાં આવ્યું હતું. આ ટ્રક સફરજનથી ભરેલો હતો અને ત્યાં આતંકીઓએ બગીચાના માલિકને પણ માર માર્યો હતો. આ ઘટના બાદ સુરક્ષાદળે આતંકીઓ વિરુદ્ધ સર્ચ ઓપરેશન શરુ કર્યુ હતું.

જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યાં પ્રમાણે, બંને આતંકવાદીમાંથી એક આતંકી પાકિસ્તાનનો રહેવાસી છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-૩૭૦ હટાવ્યાં બાદ પાકિસ્તાન તેની હરકતોથી બાજ આવ્યું નથી. તેણે ઘાટી પર વારંવાર આતંકી હુમલો કરી નાપાક હરકતોને અંજામ આપે છે. થોડા સમય પહેલા જ સુરક્ષાદળોએ ગાંદરબલ સહિત અનેક જગ્યાઓ પર સર્ચ ઓપરેશન હાથ ધરી આતંકીઓનો સફાયો કર્યો હતો, તેમજ સેના અને જમ્મુ-કાશ્મીરની પોલીસ સાથે મળી આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.