Western Times News

Gujarati News

જૂનાગઢમાં વરસાદી ઝાપટાં પડતા વાતાવરણમાં ઠંડક

અમદાવાદ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યમાં પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમી ઠંડા પવન ફૂંકાઇ રહ્યા છે. જેને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ છવાયું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, જ્યારે જૂનાગઢમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છે. આ સાથે માળીયાહાટી તાલુકાના ગડોદર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા છે.

જૂનાગઢની સાથે દ્વારકા અને ગીરસોમનાથમાં પણ વાદળછાયું વાતાવરણ છવાયુ છે. જેના કારણે આ વિસ્તારના ખેડૂતોમાં પાક બગડવાની ભીતિ છવાઇ રહી છે. જૂનાગઢમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ થતા વાતાવરણમાં પલટો જાેવા મળી રહ્યો છે.

આ સાથે માળીયાહાટી તાલુકાના ગડોદર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી છાંટા વરસ્યા છે. જેના કારણે ખેડૂતોમાં પાક બગડવાની ભીતી છવાઇ છે. આ વિસ્તારના કેરી, તલ, મગ, અડદ તેમજ ડુંગળીના પાકને નુકસાન થવાની શક્યતા વધી છે.

ગીર સોમનાથના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. અચાનક વાતાવરણમાં પલટો આવતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કમોસમી વરસાદથી કેરી પકવતા ખેડૂતોને ભારે નુકસાન થઇ શકે છે. કેસર કેરી પકાવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

કમોસમી વરસાદ પડે તો ભારે નુકશાન થવાની ભીતી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોના તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો થયો છે. જેના કારણે કાળઝાળ ગરમીમાં સામાન્ય ઘટાડો થયો છે.

આગામી ૨૪ કલાક દરમિયાન રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની સાથે વરસાદી છાંટીથી લઈ ઝાપટાં પડવા આગાહી કરવામાં આવી છે. આગાહી પ્રમાણે, આગામી ૨૪ કલાક દરમિયાન બનાસકાંઠા, આણંદ, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભરૂચ અને સુરત તેમ જ સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ગીર-સોમનાથ અને જૂનાગઢ જેવા વિસ્તારોમાં વાતાવરણમાં પલટાની આગાહી છે.

તેમ જ કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડશે. વાતાવરણમાં પલટો આવતાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોના મહત્તમ તાપમાનમાં ૨થી ૩ ડિગ્રીનો ઘટાડો થવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગના આંકડા મુજબ, મંગળવારે અમદાવાદનું મહત્તમ તાપમાન ૪૧.૨ ડિગ્રી, લઘુતમ તાપમાન ૨૫.૩ ડિગ્રી નોંધાયું હતું. રાજ્યનાં પાંચ શહેરોમાં ગરમીનો પારો ૪૧ ડિગ્રીથી વધુ નોંધાયો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.