Western Times News

Gujarati News

બાયડ મુળ સાઠંબાના વતની નૈનેશ શાહ નિર્મિત ગુજરાતી ફિલ્મ “પેટીપેક” 22 એપ્રિલે સિનેમાઘરોમાં રજુ થશે..                          

ફિલ્મ નિર્માણ એક સર્જનાત્મક વિષય છે. સ્ટોરી પસંદ કરવી. દરેક રોલ માટે યોગ્ય કલાકારો પસંદ કરવા. શુટિંગ, editing અને અંતે રિલીઝ કરવા સુધીનો સમય ભારે પ્લાનિંગ અને મહેનતનો છે. અરવલ્લી જીલ્લો અને સાઠંબા ગામ માટે આનંદ અને ગર્વનો વિષય છે કે મૂળ સાઠંબા અને હાલ અમદાવાદ સ્થાયી થયેલ  નૈનેશભાઈ ગુણવંતલાલ શાહે ખૂબ જ સરસ ગુજરાતી ફિલ્મ “પેટીપેક” બનાવી છે.

 

તેમના પોસ્ટરમાં પણ “સાઠંબા” નો ઉલ્લેખ દરેક ગામવાસીઓ માટે ગર્વ અને સર્જનાત્મક ઓળખનો વિષય છે. સાઠંબા ગામના અનેક સેવાકીય પ્રવૃત્તિઓ અને કાર્યોમાં તેમનો સહયોગ સદાયે રહે છે.

“પેટિપેક” મુવી 22 એપ્રિલે થીયેટરમાં રજૂ થશે. તેમનું ટ્રેલર લોન્ચ થયું છે. જે કોઈ પણ પ્રોફેશનલ મુવિને ટક્કર મારે તેવું છે. આર.જે.ધ્વનિત અને મોનલ ગજ્જર, મનોજ જોશી, કુમકુમ દાસ, સ્મિતા જયકર જેવા કાઠું કાઢેલ કલાકારો સાથેની મુવી હિટ જ નીવડશે.સમગ્ર સાઠંબા ગામ પરિવાર અને મિત્રો, વડીલો વતી આદરણીય  નૈનેશભાઈની ફિલ્મ બ્લોક બસ્ટર બને તેવી સાઠંબાના નગરજનોએ શુભેચ્છાઓ પાઠવી છે.

ગુજરાતી ફિલ્મ પેટીપેક ખાસ જોવાલાયક , આ આપના નજીકના સિનેમાઘરોમાં આવશે. આ ફિલ્મ ફૂલ કૉમેડી, લવસ્ટોરી, પારિવારિક ફિલ્મ છે.

દિલીપ પુરોહિત. બાયડ   


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.