Western Times News

Gujarati News

મમતાની આર્થિક હાલત છે ખરાબ, ફિલ્મો પણ મળતી નથી

મુંબઈ, ૯૦ના દાયકામાં હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણી એક્ટ્રેસીઝની બોલબાલા હતી. તેમાંથી જ એક હતી એક્ટ્રેસ મમતા કુલકર્ણી. જાેકે, મમતાએ પોતાની એક્ટિંગ અને ફિલ્મોને લઈને ક્યારેય એટલી ચર્ચામાં નથી રહી, જેટલી વિવાદોના કારણે રહી છે.

૨૦ એપ્રિલે પોતાનો બર્થ-ડે ઉજવનારી આ એક્ટ્રેસ ક્યારેક પોતાના બોલ્ડ ફોટોશૂટ પર વિવાદના કારણે તો ક્યારેક ડ્રગ્સની હેરાફેરીને લઈને ચર્ચામાં રહી.

કરોડોના ડ્રગ્સ હેરાફેરીના કેસમાં નામ આવ્યા પછી મમતા કુલકર્ણીની હાલત એવી થઈ ગઈ કે તેને ફિલ્મો મળતી બંધ થઈ ગઈ અને તેની આર્થિક હાલત પણ કથળી ગઈ. શું તમે જાણો છો કે હવે મમતા કુલકર્ણી ક્યાં અને કેવી હાલતમાં છે? મમતા કુલકર્ણીએ પોતાના કરિયરની શરૂઆત ૧૯૯૨માં ફિલ્મ ‘તિરંગા’થી કરી હતી.

તેના પછી તે ‘આશિક આવારા’, ‘ક્રાંતિવીર’, ‘વક્ત હમારા હૈ’, ‘સબસે બડા ખિલાડી’ અને ‘કરણ અર્જુન’ જેવી ઘણી હિટ ફિલ્મોમાં જાેવા મળી.

મમતા કુલકર્ણીએ ૧૯૯૯નું વર્ષ આવતા સુધીમાં ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું. પરંતુ, પછી તેના જીવનમાં એવો ઢાળ આવ્યો કે, તે સફળતાથી સીડીઓ ચડી ન શકી. તે પછી મમતા કુલકર્ણી ફિલ્મોમાંથી ગુમ થઈ ગઈ. કોઈને પણ સમજાયું નહીં કે, આખરે મમતાએ ફિલ્મોમાં કામ કરવાનું કેમ બંધ કરી દીધું.

મમતા એ સમયે લોકોની નજરોમાં આવી ગઈ હતી, જ્યારે તેણે એક ફોટોશૂટ માટે ન્યૂડ પોઝ આપ્યો હતો. તે પછી લોકો તેના વિરોધમાં પ્રદર્શન કરવા રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તેને મારી નાખવાની ધમકી આપવા લાગ્યા હતા. મમતા ક્યારેય ફિલ્મોમાં આવવા માગતી ન હતી.

થોડા વર્ષો પહેલા એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં મમતા કુલકર્ણીએ કહ્યું હતું કે ,બોલિવુડમાં આવવું તેની સૌથી મોટી ભૂલ હતી. તે પોતાની માની ઈચ્છાઓ પર કુરબાન થઈ ગઈ હતી. મમતાએ જણાવ્યું હતું કે, તેની મા તેને ફિલ્મોમાં જાેવા માગતી હતી.

જાેકે, મમતા કુલકર્ણીએ ૧૯૯૯ પછી ફિલ્મોને અલવિદા કહી દીધું હતું. આ ઈન્ટર્વ્યુમાં મમતાએ કબુલ્યું હતું કે, તે છેલ્લા ૨૦ વર્ષોથી આધ્યાત્મ જીવન જીવી રહી છે. તેને ગ્લેમર, ફિલ્મો, સેક્સ કે ડ્રગ્સ સાથે કંઈ લેવા-દેવા નથી.

મમતાના જીવનનો સૌથી ખરાબ અને ભયાનકક સમય ત્યારે શરૂ થયો કે, જ્યારે તેને ડ્રગ્સ મામલે તેની કેન્યામાં ધરપકડ કરવામાં આવી. જણાવાઈ રહ્યું છે કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડ્યા પછી તેણે વિકી ગોસ્વામી સાથે લગ્ન કરી લીધા અને કેન્યા જઈને રહેવા લાગી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.