Western Times News

Gujarati News

૮.૨૫ લાખ રૂપિયા અંગેનો વેચાણ દસ્તાવેજ થયો હતો છતાં પણ કબ્જો નહિ આપતા ફરિયાદ.

ફ્લેટનો વેચાણ દસ્તાવેજ થઈ ગયા બાદ પણ ત્રણ વર્ષથી ફ્લેટનો કબ્જો નહિ આપતા ભરૂચમાં લેન્ડ ગેબિંગની ફરિયાદ દાખલ. 

અલનૂર રેસીડેન્સીનો ફ્લેટનો કબજો ન આપતા તેમજ ઓરીજનલ દસ્તાવેજ પણ ન આપતા ફરિયાદીએ એ ડીવીઝનમાં ફરીયાદ નોંધાવી.

(વિરલ રાણા) ભરૂચ,ભરૂચના નંદેલાવ ગામની હદમાં આવેલ અલનૂર રેસીડેન્સીનો ફ્લેટ નંબર સી-૨૦૨ નો વેચાણ દસ્તાવેજ ત્રણ વર્ષ પહેલા થઈ ગયો હોય પરંતુ વેચાણ કરનાર કબ્જો ન આપતા આખરે ફ્લેટ નો કબ્જો મેળવવા વારંવાર આજીજી કર્યા બાદ ન્યાય ન મળતા ભરૂચ પોલીસ મથકમાં પૂર્વ ફ્લેટના માલીક સામે લેન્ડગેબિંગનો ગુનો દાખલ કરાયો હતો.

ભરૂચ એ ડિવિઝન માં ફરીયાદી મેઘલબેન ધર્મેન્દ્રભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદ અનુસાર ભરૂચના નંદેલાવ રોડ ઉપર આવેલ અલનૂર રેસીડેન્સીમાં ફ્લેટ નંબર સી-૨૦૨ તેના માલીક રઈશાબેન મુનિરભાઈ ખત્રીનાઓ પાસેથી રૂપિયા ૮.૨૫ લાખમાં રજીસ્ટર વેચાણ દસ્તાવેજ નંબર ૩૬૩ તારીખ ૧૬-૦૩-૨૦૧૯ ના રોજ વેચાણ રાખેલ જે વેચાણ રાખ્યા બાદ પણ રઈશાબેન મુનિરભાઈ ખત્રીનાઓએ ફરિયાદીને જણાવેલ કે અન્ય મકાન ન મળે ત્યાં સુધી બે માસ સુધી માનવતાની દ્રષ્ટિએ રહેવા દીધેલ

પરંતુ ત્યાર બાદ અવારનવાર રઈશાબેન મુનિરભાઈ ખત્રીનાઓ ફ્લેટ ખાલી કરવા તૈયાર ન હોય અને વારંવાર જાણ કરવા છતાં ફ્લેટ નો કબ્જો ન સોંપતા આખરે ભરૂચ કલેકટરમાં લેન્ડગેબિંગની ફરીયાદ કરવામાં આવી હતી.જેની સુનાવણી કલેકટર સમક્ષ થતા એ ડીવીઝન પોલીસ મથકમાં લેન્ડગેબિંગની ફરીયાદ દાખલ કરવાનો હુકમ થતા એ ડીવીઝન પોલીસે રઈશાબેન મુનિરભાઈ ખત્રી સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદો એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.