Western Times News

Gujarati News

 DIET ભવન, સીદસર ખાતે Earth Talk નું આયોજન કરવામાં આવ્યું હતું.

કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર અને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, પ્રાદેશિક કચેરી, ભાવનગર દ્વારા તા. ૨૨ એપ્રિલ, ૨૦૨૨ના રોજ DIET ભવન, સીદસર ખાતે યોજાયેલ દ્રશ્ય-શ્રાવ્ય વક્તવ્ય પૃથ્વીને પ્રદુષણથી બચાવવાનો એક ઉપાય ‘પ્લાસ્ટિક’ નામના આતંકવાદીનો ખાત્મો : ડૉ. તેજસ દોશી

ગુજરાત સરકારના વિજ્ઞાન વિભાગના પેટા વિભાગ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ગાંધીનગર દ્વારા લોક વિજ્ઞાન કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે. જે અંતર્ગત ભાવનગર જિલ્લામાં સાયન્સ (વિજ્ઞાન), ટેકનોલોજી, એન્જીન્યરીંગ અને મેથ્સ (ગણિત) અને ખગોળ વિજ્ઞાન વિગેરેનો સૈદ્ધાંતિક અને પ્રાયોગિક પ્રચાર-પ્રસાર દ્વારા લોક ભોગ્ય બનાવવા હેતું કલ્યાણ ફાઉન્ડેશન ટ્રસ્ટ, ભાવનગર પ્રેરિત GUJCOST માન્ય કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર વર્ષ ૨૦૦૨ થી કાર્યરત છે.

વિશ્વભરમાં વિશ્વ પૃથ્વી દિવસ ૨૨ એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે વિશ્વભરમાં પૃથ્વી બચાવવા શક્ય પ્રયત્નો દ્વારા અનેક માધ્યમોથી લોક જાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ આપણું ઘર પૃથ્વીનું મહત્વ, તેમનું આપણા જીવનમાં સ્થાન અને તેમના અસ્તિત્વને જોખમી બનાવતા કાર્યોને અટકાવવા માટે વધુમાં વધુ લોકો સુધી જન-જાગૃતિ જુંબેશ પહોચાડવાનો પહોંચાડવાનો છે.

કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર અને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, પ્રાદેશિક કચેરી, ભાવનગર દ્વારા તા. ૨૨ એપ્રિલ, ૨૦૨૨ના રોજ DIET ભવન, સીદસર ખાતે Earth Talk નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તજજ્ઞ શ્રી ડૉ. તેજસ દોશી દ્વારા ‘Invest in Our Planet’ વિષય પર પૃથ્વીના અસ્તિત્વ સામે જોખમી આપણી કુટેવો અને તેને

પરિણામે ઉદ્ભવેલ ગ્રીન હાઉસ, પર્યાવરણીય અસમતુલા વગેરે બાબતો વિષે જાણકારી આપતા તેમણે જણાવ્યું કે  પ્લાસ્ટિક જે આપણા રોજીંદા જીવનનો અવિભાજ્ય ભાગ બની રહ્યો છે, પરંતુ તેનો થઇ રહેલ અતિરેક એ આવનારા સમય માટે આતંકવાદી સાબિત થશે, જેની શરૂઆત આપણે અનુભવી રહ્યા છીએ. હવે સમય છે ચેતવાનો, અન્યથા ભાવી પેઢી પર ભયંકર નકારાત્મક પરિણામો જોવા મળશે. આ કાર્યક્રમમાં કુલ ૮૩ લોકોએ ભાગ લીધેલ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.