Western Times News

Gujarati News

રેઇનબૉ ચિલ્ડ્રન્સ મેડિકેરનો IPO 27 એપ્રિલ, 2022ના રોજ ખુલશે

રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેરદીઠ પ્રાઇસ બેન્ડ રૂ. 516થી રૂ. 542 નક્કી થઈ છે-આઇપીઓ 29 એપ્રિલ, 2022ના રોજ બંધ થશે

રેઇનબૉ ચિલ્ડ્રન્સ મેડિકેર લિમિટેડ ભારતમાં અગ્રણી મલ્ટિ-સ્પેશિયાલ્ટી પીડિયાટ્રિક એન્ડ ઓબ્સ્ટેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજી હોસ્પિટલ ચેઇન છે, જે છ શહેરો (હૈદરાબાદ, બેંગલોર, ચેન્નાઈ, નવી દિલ્હી, વિજયવાડા અને વિશાખાપટનમ)માં 14 હોસ્પિટલ અને ત્રણ ક્લિનિક ચલાવે છે,

જેની કુલ બેડ ક્ષમતા 31 ડિસેમ્બર, 2021ના રોજ 1,500 બેડ છે. કંપનીનો આઇપીઓ (ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ) 27 એપ્રિલ, 2022ને બુધવારે ખુલશે. Rainbow Children’s Medicare a leading multi-specialty pediatrics- obstetrics and gynaecology hospital chain in India has fixed the price band of its IPO of equity shares between Rs. 516 and Rs. 542 per share

ઓફરની પ્રાઇસ બેન્ડ રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેરદીઠ રૂ. 516થી રૂ. 542 નક્કી થઈ છે. બિડ લઘુતમ 27 ઇક્વિટી શેર અને પછી 27 ઇક્વિટી શેરના ગુણાંકમાં થઈ શકશે.

આઇપીઓમાં રૂ. 280 કરોડ સુધીનો ફ્રેશ ઇશ્યૂ અને પ્રમોટર વિક્રેતા શેરધારકો, રોકાણકારો વિક્રેતા શેરધારકો અને અન્ય વિક્રેતા શેરધારકો દ્વારા 24,000,900 ઇક્વિટી શેરના વેચાણ માટેની ઓફ સામેલ છે. ઓફરમાં 300,000 ઇક્વિટી શેર સુધીનો એમ્પ્લોયી રિઝર્વેશન પોર્શન પણ સામેલ છે.

કંપનીએ ફ્રેશ ઇશ્યૂમાંથી પ્રાપ્ત થનાર ફંડનો ઉપયોગ કંપની દ્વારા ઇશ્યૂ થયેલા એનસીડીનું વહેલાસર રિડેમ્પ્શન એની ગ્રૂપ કંપની સીડીસી ઇમર્જિંગ માર્કેટ્સ લિમિટેડને સંપૂર્ણ રકમ રૂ. 40 કરોડમાં કરવા, નવી હોસ્પિટલો સ્થાપિત કરવા મૂડીગત ખર્ચ કરવા અને આ પ્રકારની નવી હોસ્પિટલો માટે તબીબી ઉપકરણની ખરીદી કરવા રૂ. 170 કરોડ અને બાકીના ફંડનો ઉપયોગ સાધારણ કોર્પોરેટ ઉદ્દેશ માટે કરવાની યોજના બનાવી છે.

ક્રિસિલના રિપોર્ટ મુજબ, રેઇનબૉ ચિલ્ડ્રન્સ મેડિકેર 31 માર્ચ, 2021 સુધી મેટરનિટી એન્ડ પીડિયાટ્રિક હેલ્થકેર ડિલિવરી ક્ષેત્રમાં હરિફ કંપનીઓ વચ્ચે સૌથી વધુ હોસ્પિટલ બેડ ધરાવતી હતી.

સ્થાપક પ્રમોટર ડૉ. રમેશ કંચર્લાના નેતૃત્વ હેઠળ રેઇનબૉએ જટિલ રોગોની સારવાર કરવામાં સારી નૈદાનિક કુશળતા સાથે મલ્ટિ-સ્પેશિયાલ્ટી પીડિયાટ્રિક સેવાઓમાં લીડર તરીકે એની સાખ સ્થાપિત કરી છે. એણે ઓબસ્ટેટ્રિક્સ અને ગાયનેકોલોજી સેવાઓને સમાવવા કામગરીનું વિસ્તરણ પણ કર્યું છે, જેમાં તે દર્દીઓ બાળકના જન્મ પૂર્વે અને પછી વિસ્તૃત સારવાર પૂરી પાડે છે. રેઇનબૉની પાંચ હોસ્પિટલોને NABHની માન્યતા મળી છે અને ત્રણ હોસ્પિટલો EDGE દ્વારા સર્ટિફાઇડ છે.

રેઇનબૉ ડૉક્ટર સાથે જોડાણના મોડલને અનુસરે છે, જેમાં એના મોટા ભાગના મુખ્ય નિષ્ણાતો ફૂલ-ટાઇમ રિટેનર આધારે હોસ્પિટલમાં એક્સક્લૂઝિવ કામ કરે છે. આ મોડલ સુનિશ્ચિત કરે છે કે, મોટા ભાગના એના નિષ્ણાતો રોસ્ટર આધારે 24/7 હોસ્પિટલમાં ઉપલબ્ધ હોય છે,

જે બાળકોની ઇમરજન્સી, નિયોનટલ અને પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર સેવાઓ માટે વિશેષ મહત્વપૂર્ણ છે. 31 ડિસેમ્બર, 2021 સુધી રેઇનબૉ 641 ફૂલ-ટાઇમ ડૉક્ટર અને 1,947 પાર્ટ ટાઇમ/વિઝિટિંગ ડૉક્ટર ધરાવતી હતી. રેઇનબૉનું મજબૂત મિડલ ગ્રેડ ડૉક્ટરની સંખ્યા સાથે ફૂલટાઇમ ડૉક્ટરનું મોડલ એની તમામ હોસ્પિટલમાં સતત હેલ્થકેર સુનિશ્ચિત કરે છે, જેના પરિણામે દર્દીઓને સંતોષકારક સારવાર મળે છે.

ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ છે – કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ, જે પી મોર્ગન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને આઇઆઇએફએલ સીક્યોરિટીઝ લિમિટેડ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.