Western Times News

Gujarati News

કેમ્પસ એક્ટિવવેર લિમિટેડનો – IPO 26 એપ્રિલ, 2022ના રોજ ખુલશે

પ્રાઇસ બેન્ડ કેમ્પસ એક્ટિવવેર લિમિટેડના ₹5ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેરદીઠ ₹278થી ₹292 નક્કી થઈ છે

મુંબઈ, કેમ્પસ એક્ટિવવેર લિમિટેડ (“સીએએલ” અથવા “કંપની”)એ 26 એપ્રિલ, 2022ને મંગળવારે આઇપીઓ (ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ) લાવવાની યોજના બનાવી છે, જેમાં સામેલ દરેક ઇક્વિટી શેરની ફેસ વેલ્યુ ₹ 5 છે. આ ઓફરમાં 47,950,000 ઇક્વિટી શેરના વેચાણ માટેની ઓફર (“ઓફર”) સામેલ છે. એન્કર રોકાણકારો 25 એપ્રિલ, 2022ને સોમવારે બિડ કરી શકશે. Campus Activewear Limited – Initial Public Offer to open on April 26, 2022

ઓફરની પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેરદીઠ ₹278થી ₹292 નક્કી કરવામાં આવી છે. બિડ લઘુતમ 51 ઇક્વિટી શેર અને પછી 51 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાશે.

ઓફરમાં હરિ ક્રિષ્ન અગ્રવાલ (Harikrishna Aggarwal) દ્વાર 8,000,000 ઇક્વિટી શેર, નિખિલ અગ્રવાલ (Nikhil Aggarwal) દ્વારા 4,500,000 ઇક્વિટી શેર (સંયુક્તપણે “પ્રમોટર વિક્રેતા શેરધારકો”), ટીપીજી ગ્રોથ 3 એસએફ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 29,100,000 ઇક્વિટી શેર, ઓઆરજી એન્ટરપ્રાઇઝીસ લિમિટેડ દ્વારા 6,050,000 ઇક્વિટી શેર (સંયુક્તપણે “રોકાણકાર વિક્રેતા શેરધારકો”), રાજીવ ગોયલ (Rajiv Goyal) દ્વારા 100,000 ઇક્વિટી શેર અને રાજેશકુમાર ગુપ્તા (Rakeshkumar Gupta) દ્વારા 200,000 ઇક્વિટી શેર (સંયુક્તપણે “અન્ય વિક્રેતા શેરધારકો”)ના વેચાણની ઓફર સામેલ છે. ઓફરમાં લાયકાત ધરાવતા કર્મચારીઓ માટે અનામત હિસ્સો (“એમ્પ્લોયી રિઝર્વેશન પોર્શન”) પણ સામેલ છે.

કંપનીએ 18 એપ્રિલ, 2022ના રોજ રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ, દિલ્હી અને હરિયાણામાં રજૂ કરેલા રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (RHP) મારફતે ઇક્વિટી શેર ઓફર કર્યા છે અને તેનું લિસ્ટિંગ બીએસઈ લિમિટેડ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ NSE પર થશે. ઓફરના ઉદ્દેશ માટે નિયુક્ત સ્ટોક એક્સચેન્જ બીએસઇ રહેશે.

આ ઓફર સીક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન્સ) રુલ્સ, 1957માં થયેલા સુધારા (“એસસીઆરઆર”) સાથે નિયમ 19(2)(બી)ને સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (ઇશ્યૂ ઓફ કેપિટલ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયર્મેન્ટ્સ) રેગ્યુલેશન્સ, 2018માં થયેલા સુધારા (“સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સ”)ના નિયમન 31 સાથે વાંચીને રજૂ કરવામાં આવી છે. બુક બિલ્ડિંગ પ્રોસેસ મારફતે પ્રસ્તુત થયેલી

આ ઓફર સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સના નિયમન 6(1)નું પાલન કરીને રજૂ કરવામાં આવી છે, જેમાં ઓફરનો મહત્તમ 50 ટકા હિસ્સો સપ્રમાણ આધારે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (“ક્યુઆઇબી”, અને આ પ્રકારનો હિસ્સો “ક્યુઆઇબી પોર્શન”)ને ફાળવણી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેમાં શરત એ છે કે, કંપની અને ટીપીજી ગ્રોથ 3 એસએફ પ્રાઇવેટ લિમિટેડ બંને બુક રનિંગ લીડ મેનેજર્સ સાથે ચર્ચા કરીને ક્યુઆઇબી પોર્શનનો 60 ટકા સુધીનો હિસ્સો સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સ મુજબ વિવેકાધિન રીતે એન્કર રોકાણકારોને ફાળવણી શકે છે

(“એન્કર ઇન્વેસ્ટર પોર્શન”), જેમાંથી સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સને અનુરૂપ એક-તૃતિયાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અનામત રાખવામાં આવશે, જે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ પાસેથી એન્કર ઇન્વેસ્ટર ફાળવણીની કિંમતે કે એનાથી વધારે કિંમતે (“એન્કર ઇન્વેસ્ટર એલોકેશન પ્રાઇસ”) માન્ય બિડ મળવાને આધિન છે. એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં અંડર-સબસ્ક્રિપ્શન કે બિન-ફાળવણીના કિસ્સામાં બાકીના ઇક્વિટી શેર ક્યુઆઇબી ક્યુઆઇબી પોર્શન (એન્કર ઇન્વેસ્ટર પોર્શન સિવાય) (“ચોખ્ખો ક્યુઆઇબી પોર્શન”)માં ઉમેરવામાં આવશે.

ઉપરાંત ચોખ્ખા ક્યુઆઇબી પોર્શનનો 5 ટકા હિસ્સો સપ્રમાણ આધારે મ્યુચ્યુઅલ ફંડ્સને જ ફાળવવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે અને ચોખ્ખા ક્યુઆઇબી પોર્શનનો બાકીનો હિસ્સો સપ્રમાણ આધારે મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત ક્યુઆઇબી બિડર્સ (એન્કર રોકાણકારો સિવાય)ને ફાળવણી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે ઇશ્યૂ પ્રાઇસ પર કે એનાથી વધારે કિંમત પર માન્ય બિડ્સ મળવાને આધિન છે.

વળી, સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સ મુજબ, નેટ ઇશ્યૂનો મહત્તમ 15 ટકા હિસ્સો સપ્રમાણ આધારે બિન-સંસ્થાગત બિડર્સને અને મહત્તમ 35 ટકા હિસ્સો રિટેલ ઇન્ડિવિડ્યુઅલ બિડર્સને ફાળવવા માટે ઉપલબ્ધ થશે, જે ઓફર પ્રાઇસ પર કે એનાથી વધારે કિંમત પર માન્ય બિડ મળવાને આધિન છે.

બિન-સંસ્થાગત પોર્શન અંતર્ગત બિન-સંસ્થાગત બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ ઇક્વિટી શેર આ બાબતોને આધિન રહેશેઃ (1) બિનસંસ્થાગત બિડર્સને ઉપલબ્ધ એક-તૃતિયાંશ હિસ્સો ₹ 0.20 મિલિયનથી વધારે અને ₹ 1.00 મિલિયન સુધી એપ્લિકેશન સાઇઝ ધરાવતા અરજદારો માટે અનામત રાખવામાં આવશે, અને (2) બિન-સંસ્થાગત બિડર્સને ઉપલબ્ધ બે-તૃતિયાંશ હિસ્સો ₹ 1.00 મિલિયનથી વધારે એપ્લિકેશન સાઇઝ ધરાવતા અરજદારો માટે અનામત રાખવામાં આવશે, જે ઉપર ઉલ્લેખિત પેટાકેટેગરીઓમાં કોઈ પણ કેટેગરીઓમાં અનસબસ્ક્રાઇબ ન થયેલો હિસ્સો બિનસંસ્થાગત બિડર્સની અન્ય પેટાકેટેગરીઓમાં ફાળવી શકાશે.

ઓફરમાં સહભાગી થવા એન્કર રોકાણકારો સિવાય તમામ સંભવિત બિડર્સને ફરજિયાત એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ (“એએસબીએ”) પ્રક્રિયાનો ઉપયોગ કરવો જરૂરી છે, જે માટે તેમના સંબંધિત એએસબીએ ખાતાઓ (રિટેલ વ્યક્તિગત બિડર્સના કેસમાં યુપીઆઈ આઇડી સહિત)ની વિગત આપવી પડશે,

જેમાં બિડની સંબંધિત રકમ SCSBs કે યુપીઆઈ વ્યવસ્થા અંતર્ગત સ્પોન્સર બેંકો દ્વારા બ્લોક થશે, જે લાગુ પડે તે. એન્કર રોકાણકારોને એએસબીએ પ્રક્રિયા મારફતે એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં સહભાગી થવાની છૂટ નથી. ઉપરાંત એમ્પ્લોયી રિઝર્વેશન પોર્શન અંતર્ગત અરજી કરવા માટે લાયકાત ધરાવતા કર્મચારીઓને સપ્રમાણ આધારે ફાળવણી માટે 200,000 ઇક્વિટી શેર ઉપલબ્ધ કરાવવામાં આવશે,

જે ઓફર પ્રાઇસ પર કે એનાથી વધારે કિંમત પર પ્રાપ્ત માન્ય બિડ મળવાને આધિન છે. વધારે વિગત મેળવવા માટે આરએચપીના પેજ 395 પર “ઓફર પ્રોસીજર” વિભાગ જુઓ.

ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ છેઃ જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ, બીઓએફએ સીક્યોરિટીઝ ઇન્ડિયા લિમિટેડ, સીએલએસએ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ.
અહીં સંદર્ભિત પણ પરિભાષિત ન કરેલા તમામ મૂડીકૃત શબ્દોનો અર્થ આરએચપીમાં સૂચિત અર્થ મુજબ રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.