Western Times News

Gujarati News

ઉશ્કેરણીજનક વીડિયો બનાવનાર યૂ-ટ્યૂબરની ધરપકડ કરાઈ

અમદાવાદ, બે કોમો વચ્ચે દુશ્મનાવટ કરાવાના ઈરાદે એક શખ્સે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કર્યો હતો. આ વીડિયો વાયરલ થતાં અઠવાલાઈન્સ પોલીસે જાતે ફરિયાદ દાખલ કરી હતી.

જાે કે, આ ગુનામાં ગણતરીના કલાકોમાં જ પોલીસે વીડિયો વાયરલ કરનાર રજતસિંહ દિલીપસિંહ બૈઝને અઠવાલાઇન્સ પોલીસે પકડી પાડી ધરપકડની કાર્યવાહી કરી છે. તમને જણાવી દઇએ કે, મંગળવારે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં એક વીડિયો બનાવનાર દ્વારા મુસ્લિમો પ્રત્યે ધિક્કાર વધે તે રીતે બનાવવામાં આવ્યો હતો.

વીડિયો ઉતારનાર વ્યક્તિ ચોકબજારની હેરિટેજ બિલ્ડિંગ સોરાબજી કોલેજના કેમ્પસમાં બનેલી વર્ષો જૂની ગૈબનશા વલીની મજાર તરફ ઇશારો કરી રાતોરાત ઊભી કરી દેવાઇ હોવાનું જણાવતો હતો. વર્ષો પહેલાં બનેલી આ મજારની ખરાઇ કર્યા વિના જ બે કોમ વચ્ચે વૈમનશ્ય અને ઉશ્કેરણી થાય તેવો વીડિયો બનાવી વાયરલ કરાયો હતો. આ વીડિયો પોલીસ પાસે પણ આવ્યો હતો.

સબ ઇન્સ્પેક્ટર એમ. આઇ. વસાવાને પણ આ વીડિયો વોટ્‌સએપના માધ્યમથી આવતાં તેઓ જાતે ફરિયાદી બન્યા હતા અને બુધવારે આ મામલે ગુનો નોંધી મધ્યપ્રદેશના વતની અને હાલ પાલ રાજહંસ એપા.માં રહેતા રજતસિંહ ઐસની ધરપકડ કરી હતી. કન્સ્ટ્રક્શનને લગતા લેખ લખતો અને શોર્ટ વીડિયો બનાવી યૂ-ટ્યૂબ ઉપર મૂકતાં રજતસિંહને જામીન મુક્ત કરાયો હતો.

વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, વીડિયો વાયરલ બાબતે પોલીસે રજતસિંહને પૂછતાં તેણે જણાવ્યું કે ૬ વર્ષ પહેલા દુબઈ ગયો હતો. તે વખતે દુબઈમાં ધાર્મિક પૂજા-અર્ચના બાબતે મારી સામે કાર્યવાહી કરાઈ હતી.

જેના કારણે સોશિયલ મીડિયામાં આ રીતે વીડિયો વાયરલ કર્યો હતો. હાલમાં રજતસિંહે ટ્રાવેલ્સ એજન્ટનું કામ કરી રહ્યો છે. જાેકે અઠવા પોલીસે આ યુવકની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે. ખાસ કરીને યુવકે આ વીડિયો બનાવીને શા માટે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.