Western Times News

Gujarati News

ઉચ્ચ જાતિના લોકો દલિતો કરતાં ૬ વર્ષ વધુ જીવે છે: અભ્યાસમાં ખુલાસો

નવીદિલ્હી, શું સામાજિક વંશવેલો લોકોની સરેરાશ ઉંમર પર કોઈ અસર કરે છે? શું ઉચ્ચ જાતિના લોકો લાંબુ જીવે છે ? જાે આપણે નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના બીજા અને ચોથા તબક્કાના ડેટાનું વિશ્લેષણ કરીને તૈયાર કરાયેલા અહેવાલો પર નજર કરીએ તો આ પ્રશ્નોના જવાબ ‘હા’ છે.

જર્નલ ઓફ પોપ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ રિવ્યુમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ, ઉચ્ચ જાતિના લોકો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો કરતાં સરેરાશ ૪ થી ૬ વર્ષ લાંબુ જીવે છે. એ જ રીતે ઉચ્ચ જાતિ અને મુસ્લિમો વચ્ચે સરેરાશ વય તફાવત અઢી વર્ષ સુધીનો છે. એ નોંધવું પણ યોગ્ય છે કે આ તફાવત કોઈ એક ક્ષેત્ર, સમય અથવા આવકના સ્તર પૂરતો મર્યાદિત નથી અને આ વર્ગના પુરુષો અને સ્ત્રીઓ બંનેમાં જાેવા મળે છે.

ટીઓઆઇની રિપોર્ટ જણાવે છે કે આ અભ્યાસ દરમિયાન ૧૯૯૭-૨૦૦૦ અને ૨૦૧૩-૧૬માં કરવામાં આવેલા નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના ડેટાની સરખામણી કરવામાં આવી હતી. જાે તમે ૧૯૯૭-૨૦૦૦ ના સર્વેક્ષણ પર નજર નાખો તો પુરુષોના કિસ્સામાં આયુષ્ય ઉચ્ચ જાતિમાં ૬૨.૯ વર્ષ, મુસ્લિમ પુરુષો માટે ૬૨.૬, ઓબીસીમાં ૬૦.૨ વર્ષ હતું.

તે એસસીમાં ૫૮.૩ વર્ષ અને એસટીમાં ૫૪.૫ વર્ષ હતું. ૨૦૧૩-૧૬ના સર્વે મુજબ ઉચ્ચ જાતિની ઉંમર પુરુષોમાં ૬૯.૪ વર્ષ, મુસ્લિમોમાં ૬૬.૮ વર્ષ, ઓબીસી માટે ૬૬ વર્ષ, એસસી માટે ૬૩.૩ વર્ષ અને એસટી માટે ૬૨.૪ વર્ષ હતી. ૧૯૯૭-૨૦૦૦ ના સર્વે અનુસાર, ઉચ્ચ જાતિમાં મહિલાઓની સરેરાશ ઉંમર ૬૪.૩ વર્ષ, મુસ્લિમ (૬૨.૨), ઓબીસી (૬૦.૭), એસસી ૫૮ અને એસટી (૫૭ વર્ષ) હતી.

૨૦૧૩-૧૬ના સર્વે મુજબ ઉચ્ચ જાતિની મહિલાઓની સરેરાશ ઉંમર ૭૨.૨ વર્ષ, મુસ્લિમ (૬૯.૪), ઓબીસી (૬૯.૪), એસસી (૬૭.૮) અને એસટી (૬૮ વર્ષ) હતી.

રિપોર્ટ અનુસાર આ ડેટાના વિશ્લેષણથી એવું જાેવામાં આવ્યું છે કે ઉચ્ચ જાતિ અને અનુસૂચિત જાતિના લોકો વચ્ચે આયુષ્યમાં તફાવત જે અગાઉ ૪.૬ વર્ષ હતો તે વધીને ૬.૧ વર્ષ થઈ ગયો છે. ઉચ્ચ જાતિના પુરુષો અને મુસ્લિમ પુરુષોમાં તે વધુ ઝડપથી ઘટ્યું છે.

તેમની વચ્ચેનો તફાવત ૦.૩ વર્ષ પહેલા હતો જે ૨.૬ વર્ષનો થઈ ગયો છે. ઉચ્ચ જાતિ અને મુસ્લિમ મહિલાઓમાં આ સમયગાળા દરમિયાન આયુષ્ય ૨.૧ થી વધીને ૨.૮ વર્ષ થયું હતું.

અભ્યાસ મુજબ નીચલી જાતિ અને ઉચ્ચ જાતિની મહિલાઓમાં આયુષ્યમાં થોડો ઘટાડો થયો હતો, પરંતુ ઉચ્ચ જાતિની તુલનામાં અનુસૂચિત જાતિ, મુસ્લિમો અને અન્ય પછાત વર્ગોના પુરુષોમાં ઘણો ઓછો ઘટાડો થયો હતો. અનુસૂચિત જનજાતિના પુરૂષોમાં તે ઘટીને ૮.૪ વર્ષ થઈ ગયો છે, જ્યારે આ શ્રેણીની મહિલાઓમાં ૭ વર્ષનો તફાવત જાેવા મળ્યો છે.

આ આંકડાઓ પરના અન્ય અભ્યાસ દરમિયાન એવું જાેવામાં આવ્યું હતું કે સરેરાશ વયનો આ તફાવત પછી ભલે તે જન્મના સમયથી અથવા બાકીના જીવનથી માપવામાં આવે બદલાતો નથી. આનો અર્થ એ થયો કે નીચલી જાતિમાં નવજાત શિશુઓના ઉચ્ચ મૃત્યુદરથી પણ તેમાં કોઈ ફરક પડતો નથી. એ જ રીતે આર્થિક સ્થિતિના તફાવતને કારણે સરેરાશ ઉંમરના આ અંતરથી કોઈ ફરક પડતો નથી.

સર્વેમાં એ પણ બહાર આવ્યું છે કે હિન્દી ભાષી પટ્ટા જેવા કે યુપી, રાજસ્થાન, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ અને છત્તીસગઢના લોકોનું આયુષ્ય અન્ય સ્થળોની સરખામણીમાં સૌથી ઓછું છે. દેશમાં ઉત્તર-પૂર્વ એકમાત્ર એવો પ્રદેશ છે જ્યાં અનુસૂચિત જાતિઓની સરેરાશ ઉંમર ઉચ્ચ જાતિ કરતાં વધુ છે. કદાચ તેનું કારણ ત્યાંની જી્‌ જાતિઓનો ઉચ્ચ સામાજિક દરજ્જાે હોઈ શકે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.