Western Times News

Gujarati News

નેશનલ PR ડે: PDEUના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. અમૃતા ચક્રવર્તીને સન્માનિત કરાયા

PRSI – Ahmedabad ચેપ્ટરે ‘બિલ્ડિંગ ટ્રસ્ટઃ શેપિંગ અપ ધી ન્યૂ વર્લ્ડ વિથ પબ્લિક રીલેશન્સ’ વિષય પર પેનલ ચર્ચા યોજવાની સાથે નેશનલ પીઆર ડે ઉજવ્યો

અમદાવાદ,  21 એપ્રિલના રોજ નેશનલ પીઆર ડેની ઉજવણી કરવા માટે પબ્લિક રીલેશન્સ સોસાયટી ઑફ ઇન્ડિયા (પીઆરએસઆઈ)ના અમદાવાદ ચેપ્ટરે ‘બિલ્ડિંગ ટ્રસ્ટઃ શેપિંગ અપ ધી ન્યૂ વર્લ્ડ વિથ પબ્લિક રીલેશન્સ’ વિષય પર એક પેનલ ચર્ચાનું આયોજન કર્યું હતું.

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન ખાતે ગુરુવારના રોજ આ પેનલ ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉદ્યોગસાહસિકોની સાથે ગુજરાત યુનિવર્સિટી અને ગુજરાત વિદ્યાપીઠ પત્રકારત્વ વિભાગના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પણ હાજરી આપી હતી. PRSIના અમદાવાદ ચેપ્ટરના અધ્યક્ષ શ્રી આર.કે. સિંહ ના નેતૃત્વ હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કૉર્પોરેટ કમ્યુનિકેશનના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી નારાયણ ભટ્ટે  (Mr. Narayan Bhatt, Vice President – Corporate Communication, Reliance Industries, ) પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (PDEU) ખાતેની સ્કુલ ઑફ લિબરલ સ્ટડીઝમાં મીડિયા સ્ટડીઝના હેડ ડૉ. પ્રદીપ મલિકની (Dr. Pradeep Malik, the head of media studies at the School of Liberal Studies at the Pandit Deendayal Energy University (PDEU) ) સાથે આ પેનલ ચર્ચાને સંબોધી હતી, જેનું સંચાલન પીઆરએસઆઈ અમદાવાદના સચિવ શ્રી ત્રિલોક સંઘાણી દ્વારા કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમના ભાગરૂપે પીડીઇયુના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. અમૃતા ચક્રવર્તીને (Dr. Amrita Chakraborty, Assistant Professor, PDEU) સ્કુલ ઑફ લિબરલ સ્ટડીઝમાંથી ડિજિટલ ગવર્મેન્ટ પબ્લિક રીલેશન્સમાં તેમનું પીએચ.ડી. પૂરું કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યાં હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.