Western Times News

Gujarati News

અમેરિકા અને ચીન હથિયારો પર ખર્ચના મામલે સૌથી આગળ

વિશ્વમાં સૈન્ય ખર્ચ ૨.૧ ખરબ ડોલરના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો

નવી દિલ્હી, રશિયા અને યુક્રેનની વચ્ચે જારી યુદ્ધ વચ્ચે વધુ એક મોટી ખબર આવી છે. સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ અનુસાર વિશ્વમાં સૈન્ય ખ ર્ચ ૨.૧ ખરબ ડોલરના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયા છે. ભારત સૈન્ય ખર્ચના મામલે ત્રીજા સ્થાને પહોંચી ગયા છે.

અમેરિકા અને ચીન હથિયારો પર ખર્ચના મામલે સૌથી આગળ છે. તે બાદ ભારતે સ્થાન લઈ લીધુ છે. એસઆઈપીઆરઆઈના વર્ષ ૨૦૨૧ની રિપોર્ટ અનુસાર આ વર્ષે અમેરિકા, ચીન, ભારત, બ્રિટન અને રશિયાએ હથિયારો પર સૌથી વધારે ખર્ચ કર્યો. રિપોર્ટ અનુસાર ૨૦૨૧માં ભારત ૭૬.૬ અરબ ડોલરનો સૈન્ય ખર્ચ કરી દુનિયામાં ત્રીજા સ્થાને છે. જેમાં ૨૦૨૦ની તુલનામાં ૦.૯ ટકા અને ૨૦૧૨ની તુલનામાં ૩૩ ટકા વૃદ્ધિ થઈ છે.

જ્યારે દુનિયા કોરોના મહામારી સામે ઝઝૂમી રહી હતી ત્યારે પણ દુનિયાના દેશોએ હથિયારો પર ખર્ચ વધાર્યો છે. એટલુ જ નહીં મહામારીના બીજા વર્ષમાં વિશ્વનો સૈન્ય ખર્ચ ૨.૧ ખરબ ડોલરના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો. આ પ્રકારે સતત સાતમા વર્ષે સૈન્ય ખર્ચમાં વધારો નોંધ્યો છે.

રિપોર્ટ અનુસાર અમેરિકા હકીકતમાં સમગ્ર દુનિયાનો સૈન્ય ખર્ચ ૦.૭ ટકા વધાર્યો અને આ ૨૧૧૩ અરબ ડોલર રહ્યો. અમેરિકાએ સમીક્ષાધીન વર્ષમાં ૮૦૧ અરબ ડોલરનો સૈન્ય ખર્ચ કર્યો. જેમાં ગયા વર્ષની તુલનામાં ૧.૪ ટકાનો ઘટાડો થયો. અમેરિકાએ રક્ષા શોધ પર ૨૪ ટકા ખર્ચ કર્યો તો હથિયાર ખરીદી પર ૬.૪ ટકા ઓછો ખર્ચ કર્યો.

સૌથી વધારે સૈન્ય ખર્ચ કરનારા પાંચ દેશોની ૨૦૨૧માં કુલ સૈન્ય ખર્ચમાં ૬૨ ટકા ભાગીદારી રહી. જ્યાં જીડીપીમાં ઘટાડો આવ્યો અને મોંઘવારીના બોજથી જનતા ઝઝૂમી રહી ત્યાં હથિયારો પર ખર્ચ ૬.૧ ટકા વધી ગયો. સંગઠનના મુખ્ય શોધાર્થી ડો. ડિએગો લોપ્સ ડે સિલ્વાએ કહ્યુ કે કોરોના મહામારીમાંથી ઉભર્યા બાદ રક્ષા ખર્ચમાં ઝડપથી વધારો થયો

અને વૈશ્વિક જીડીપીનુ ૨.૨ થઈ ગયુ. જાેકે, ૨૦૨૦માં આ વિશ્વ જીડીપીનો ૨.૩ ટકા રહ્યો હતો. બીજા સ્થાને ચીન રહ્યુ. ચીને રક્ષા પર ૨૯૩ અરબ ડોલર ખર્ચ કર્યા. ૨૦૨૦ની તુલનામાં તેમને રક્ષા વ્યયમાં ૪.૭ ટકાની વૃદ્ધિ કરી. ચીનની તુલનામાં ભારતની વૃદ્ધિ સામાન્ય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.