Western Times News

Gujarati News

૯૯ વર્ષની દાદીએ ઉડાવ્યું એન્જીન વગરનું પ્લેન

નવી દિલ્હી, કેટલાક લોકો પોતાના વ્યવસાય સાથે એટલા જાેડાયેલા હોય છે કે વૃદ્ધાવસ્થામાં પણ જાે તેમને એ જ કામ ફરીથી કરવા દેવામાં આવે તો તેઓ ખુશ થઈ જાય છે.

બ્રિટિશ રોયલ એરફોર્સમાં કામ કરી ચૂકેલી કેટ ઓર્ચાર્ડ પણ આવા જ લોકોમાંથી એક છે, જેમણે ૯૯ વર્ષની ઉંમરે પણ ફાઈટર પ્લેન ઉડાડ્યું ત્યારે તેમનો આત્મવિશ્વાસ જાેવા જેવો હતો.

જાે કે આ વખતે તેમનો હેતુ યુદ્ધ લડવાનો નહોતો પરંતુ કંઈક બીજું હતું. કોર્નવોલમાં રહેતી કેટ ઓર્ચાર્ડનો પ્લેન ઉડાડવાનો વીડિયો બીબીસી રેડિયો કોર્નવોલે ટિ્‌વટર પર શેર કર્યો છે.

વીડિયોમાં કેપ્શન લખવામાં આવ્યું છે-કેટ ઓર્ચાર્ડ થોડા દિવસોમાં ૧૦૦ વર્ષની થઈ જશે. તેણીએ ફરીથી દાન માટે આકાશમાં ઉડાન ભરી અને તે તેણીનો શ્રેષ્ઠ અનુભવ હતો. આ પછી, તે બીબીસીના એક કાર્યક્રમમાં મહેમાન તરીકે પણ જાેડાઈ.

કેટ ઓર્ચાર્ડ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ રોયલ એર ફોર્સમાં સેવા આપી હતી અને ૧૯૪૧-૧૯૪૫ સુધી નાઝી દળો સામે લડવામાં મદદ કરી હતી. તેનું કામ શૂટ ડાઉન માટે જેટને સંકેત આપવાનું હતું. તેઓ તેનાથી સંબંધિત માહિતી એરફોર્સને આપતા હતા.

આટલા વર્ષો પછી ફરી એકવાર પ્લેનમાં જવાનો તેમનો ર્નિણય એક ખાસ કારણસર લેવામાં આવ્યો હતો. તે આના દ્વારા સેનાઓ માટે ચેરિટી મની એકત્ર કરવા માંગતી હતી. જ્યારે તે ગ્લાઈડર પ્લેન ઉડાવી રહી હતી ત્યારે તેનો પરિવાર તેને જમીન પરથી જાેઈ રહ્યો હતો.

જેટલી સરળતાથી તેણે પ્લેન ટેકઓફ કર્યું તેટલી જ સરળતાથી તે લેન્ડ થયું. કેટ ઓર્ચાર્ડનો જન્મ એંગ્લો-ઈન્ડિયન પરિવારમાં થયો હતો અને તેના કુલ ૧૩ ભાઈ-બહેન હતા. જ્યારે તે નાનપણમાં હતી ત્યારે તેના પિતા ભારતીય રેલ્વેમાં ચીફ ટેલિગ્રાફ ઈન્સ્પેક્ટર તરીકે કામ કરતા હતા.

વર્ષ ૧૯૪૧ માં, તેણી તેની બે બહેનો સાથે મહિલા સહાયક એરફોર્સમાં સ્વયંસેવક તરીકે આવી હતી. તેમની સેવા સમાપ્ત થયાના વર્ષો પછી, તેમણે ગ્લાઈડર ઉડાડ્યું, તેથી તેમનો અનુભવ ઉત્તમ હતો. બીબીસી સાથે વાત કરતા તેણીએ કહ્યું કે તેણીએ આ એટલા માટે કર્યું કારણ કે તે તેમની સેવા દરમિયાન શારીરિક અને માનસિક નુકસાન સહન કરનારા લોકોની મદદ કરવા માંગતી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.