Western Times News

Gujarati News

બજાજ આલિઆન્ઝ લાઇફ FY2021-22માં 49%ના વૃદ્ધિદર સાથે વીમા ક્ષેત્રમાં અગ્રણી

નાણાકીય વર્ષ 2021-22 માટે ઇન્ડિવિડ્યુઅલ રેટેડ ન્યૂ બિઝનેસમાં ખાનગી ક્ષેત્રની ટોપ 10 કંપનીઓ વચ્ચે એની લીડરશિપને મજબૂત કરી

પૂણે, ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી વીમાકંપનીઓ પૈકીની એક બજાજ આલિઆન્ઝ લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીએ નાણાકીય વર્ષ 2021-22માં 49.4 ટકાની વૃદ્ધિ કરીને ઇન્ડિવિડ્યુઅલ રેટેડ ન્યૂ બિઝનેસ (આઇઆરએનબી) પર અસરકારક વૃદ્ધિ જાળવી રાખી હતી. Bajaj Allianz Life Insurance leads the private insurance sector with a growth rate of 49% in FY2022

કંપનીએ માર્ચ, 2020ના મહિનામાં જ 39.3 ટકાની સૌથી ઊંચી વૃદ્ધિ (ટોપ 10 ખાનગી કંપનીઓમાં સામેલ) કરી હતી, જે માટે ઉત્પાદનો, નવીન ડિજિટલ સેવાઓ અને મજબૂત વેચાણ નેટવર્કની સંપૂર્ણ રેન્જ જવાબદાર છે.

બજાજ આલિઆન્ઝ લાઇફના એમડી અને સીઇઓ તરુણ ચુગે કહ્યું હતું કે, “ઇન્ડિવિડ્યુઅલ રેટેડ ન્યૂ બિઝનેસમાં 49 ટકાની ઊંચી વૃદ્ધિ (આરએનએબીને આધારે ટોપ 10 માર્કેટ કંપનીઓમાં સૌથી વધુ) સાથે અગાઉનું નાણાકીય વર્ષ સારી રીતે પૂર્ણ કરવાની ખુશી છે.

આ વ્યવસાયના તમામ માપદંડોમાં અમારા સંગઠિત પ્રયાસોનું પરિણામ છે – જેમાં અમારા વ્યવસાયની ગુણવત્તા, અમારી સાતત્યતા અને કોઈ લાંબા ગાળાના નાણાકીય લક્ષ્યાંકો માટે રોકાણ કરવા પસંદગીના પાર્ટનર તરીકે કામ કરવાની બાબત સામેલ છે.

અમે નાણાકીય વર્ષ મજબૂત પ્રોડક્ટ પોર્ટફોલિયોની સાથે ઓનલાઇન અને ઓફલાઇન એમ બંનેમાં મજબૂત નેટવર્ક સાથે સમાન મજબૂત વિતરણ સાથે પૂર્ણ કર્યું હતું, જેમાં અમારા પોતાના એજન્ટો અને પ્રોપ્રાઇટરી સેલ્સ ફોર્સ સામેલ છે. તેઓ ચાવીરૂપ પાસું છે, જે અણને આગામી વર્ષમાં મદદરૂપ થશે.

બજાજ આલિઆન્ઝ લાઇફ વિવિધ સેલ્ફ-સર્વિસ અને સહાયક સેવાના વિકલ્પો દ્વારા ગ્રાહકને ખુશ કરવા રોકાણ કરવાનું જાળવી રાખીશું. અમને ખાતરી છે કે, એક કંપની તરીકે અમે વધારે ગ્રાહકોને અમારી સાથે તેમના જીવનના લક્ષ્યાંકો હાંસલ કરવા સક્ષમ બનાવવા કામગીરી જાળવી રાખીશું!”

નાણાકીય વર્ષ 2021-22માં બજાજ આલિઆન્ઝ લાઇફે આઇઆરએનબી પ્રીમિયમમાં 49.4 ટકાની ઝડપી વૃદ્ધિ કરી હતી, તો ઉદ્યોગે 15.7 ટકાની અને ખાનગી જીવન વીમાકંપનીઓની વૃદ્ધિ 21.9 ટકા હતી. નાણાકીય વર્ષ 2021-22માં કંપનીની પ્રીમિયમની નિયમિત સરેરાશ રકમ પણ વધીને રૂ. 77,634 થઈ છે, જે નાણાકીય વર્ષ 2020-21માં રૂ. 57,782થી 34.4 ટકા વધારે છે.

નાણાકીય વર્ષ 2021-22માં કંપનીના આઇઆરએનબી પ્રીમિયમની આવક કુલ રૂ. 3,686 કરોડ થઈ હતી, જે નાણાકીય વર્ષ 2020-21માં રૂ. 2,468 કરોડ હતી. નાણાકીય વર્ષ 2021-22માં રિન્યૂઅલ પ્રીમિયમની કુલ આવક 22.4 ટકા વધીને રૂ. 6,991 કરોડ થઈ હતી, જે નાણાકીય વર્ષ 2020-21માં રૂ. 5,712 કરોડ હતી. નાણાકીય વર્ષ 2021-22માં બજાજ આલિઆન્ઝ માટે કુલ રિટલ પ્રીમિયમ રૂ. 16,127 કરોડ હતું, જે નાણાકીય વર્ષ 2020-21માં રૂ. 12,025 કરોડ હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.