Western Times News

Gujarati News

6 વર્ષના બાળકોને જ ધોરણ-1માં પ્રવેશ અપાશે: સુપ્રીમ કોર્ટે નિર્ણય અકબંધ રાખ્યો

Files Photo

નવી દિલ્હી, કેન્દ્રીય વિદ્યાલયના ક્લાસ વનમાં એડમિશન માટે હવે લઘુતમ વય મર્યાદા 6 વર્ષ જ રહેશે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય વિદ્યાલય સંગઠનના નિર્ણયને માન્ય રાખ્યો છે.

કેવીએસના આ નિર્ણયને પહેલા હાઈકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટમાં પડકાર આપવામાં આવ્યો હતો. વર્ષ 2022-23 ના સત્રમાં પહેલા ધોરણમાં માત્ર તે બાળકોનુ જ એડમિશન થશે જેમની ઉંમર ઓછામાં ઓછી 6 વર્ષ છે. આના પહેલા 5 વર્ષના બાળકોને ક્લાસ વનમાં પ્રવેશ મળતો હતો.

જજ સંજય કિશન કૌલ અને જજ એમએમ સુંદરેશની બેન્ચે દિલ્હી હાઈકોર્ટના 11 એપ્રિલના નિર્ણયને પડકારતા અરજી ફગાવી દીધી હતી. બેન્ચે કહ્યુ કે હાઈકોર્ટે જે નિર્ણય કર્યો હતો તેની ઉપર અમારી પણ સંમતિ છે.

કેવીએસએ દિલ્હી હાઈકોર્ટ સમક્ષ તર્ક આપ્યો હતો કે ધોરણ 1 માં પ્રવેશ માટે લઘુતમ વય રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અનુસાર વધારવામાં આવી છે. કેવીએસએ આ તર્કનુ પણ ખંડન કર્યુ કે નિર્ણય શિક્ષણના અધિકાર અધિનિયમનુ ઉલ્લંઘન કરે છે.

દિલ્હી હાઈકોર્ટમાં કાર્યવાહક મુખ્ય જજ વિપિન સાંઘીની અધ્યક્ષતાવાળી એક બેન્ચે યુકેજીની પાંચ વર્ષીય વિદ્યાર્થીની તે અપીલને ફગાવી દીધી હતી જેમાં એકલ જજના આદેશને પડકાર આપવામાં આવ્યો હતો.

એકલ જજએ વિદ્યાર્થીની તે અરજીને ફગાવી દીધી હતી જેમાં કેન્દ્રીય વિદ્યાલયોમાં પ્રવેશ માટે લઘુતમ વર્ષ પહેલાની જેમ પાંચ વર્ષ કરવાની વિનંતી કરવામાં આવી હતી. જજ રેખા પલ્લીએ 11 એપ્રિલએ કેન્દ્રીય વિદ્યાલયમાં આગામી શૈક્ષણિક સત્ર માટે ધોરણ એકમાં પ્રવેશને લઈને લઘુતમ વય છ વર્ષના માનદંડને પડકાર આપનારી અરજીઓને ફગાવી દીધી હતી.

જજ સાંઘી અને જજ નવીન ચાવલાની બેન્ચે કહ્યુ હતુ કે તેઓ અપીલકર્તાના આ તર્ક પર સંમત નથી કે ઉંમરમાં પરિવર્તન અચાનક કરવામાં આવ્યુ. બેન્ચે કહ્યુ, જો બાળક પાંચ વર્ષનુ છે અને વય મર્યાદાને વધારીને છ કરી દેવાઈ છે તો આમાં અચાનક શુ છે? આવતા વર્ષે તક મળશે.

કોર્ટે કહ્યુ હતુ કે અપીલકર્તા આગામી વર્ષે ધોરણ એકમાં પ્રવેશ માટે કેન્દ્રીય વિદ્યાલયમાં અરજી કરવાના હકદાર હશે અને આ વર્ષે તેઓ અન્ય તે સ્કુલમાં પ્રવેશ લઈ શકે છે, જેમણે અત્યાર સુધી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને લાગુ કરી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.