Western Times News

Gujarati News

સ્મૃતિ ઇરાની “એમ્પાવરમેન્ટ ઇન ફાર્મા એન્ડ હેલ્થકેર સેક્ટર્સ” ઉપરની રાષ્ટ્રીય કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે

હેલ્થકેર અને ફાર્મા સેક્ટરમાં સમાવેશકતા ઉપર ભાર મૂકાશે-હેલ્થકેરમાં ઉભરતાં ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન

મેક ઇન ઇન્ડિયા એજન્ડાને વધુ બળ અપાશે -વિવિધતા અને સમાવેશકતાના મુદ્દાઓને ધ્યાનમાં લેવાશે

અમદાવાદ, કેન્દ્રિય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઇરાની રવિવારે 1 મેના રોજ “સોરિંગ હાઇટ્સ ઓફ એમ્પાવર્મેન્ટ ઇન ફાર્મા એન્ડ હેલ્થકેર ઇન્ડસ્ટ્રી” વિષય ઉપર રાષ્ટ્રીય કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે, જેમાં એક નોલેજ રિપોર્ટ “ફ્યુચર ઇમ્પેક્ટ ઓન ફાર્મા એન્ડ હેલ્થકેર વીથ ડાયવર્ઝિટી એન્ડ ઇન્ક્લુઝિવિટીઃ વિઝન 2030” પણ લોંચ કરવામાં આવશે. SMRITI IRANI TO INAUGURATE NATIONAL CONFERENCE ON EMPOWERMENT IN PHARMA & HEALTHCARE SECTORS

અમદાવાદમાં યોજાનારા આ કાર્યક્રમમાં હેલ્થકેર અને ફાર્મામાં વિવિધતા અને સમાવેશકતા તથા મહામારી દરમિયાન લેવાયેલા મોટા પગલાઓ અને પ્રગતિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરાશે. આ મહત્વપૂર્ણ ક્ષેત્રમાં મહિલાઓને મુખ્યધારામાં લાવવા સંબંધિત ચિંતાઓને ધ્યાનમાં લેતાં કોન્ફરન્સ આ ક્ષેત્રમાં વધુ મહિલાઓને સામેલ કરવા સંબંધિત વાર્તાલાપ, ચર્ચાઓ અને તેના પરિણામો હાંસલ કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે.

આ કોન્ફરન્સના લોંચ અંગે વાત કરતાં કોન્ફરન્સના કન્વીનર શ્રી પૂર્વી પંડ્યાએ Speaking on the launch of the Conference, Ms Purvi Pandya, Conference Convenor કહ્યું હતું કે, “ભારત સરકારની આઝાદી કા અમૃત મહોત્સવ પહેલની ઉજવણી કરવાના રાષ્ટ્રીય એજન્ડામાં યોગદાન આપતી થીમ દ્વારા આ કોન્ફરન્સ દ્વારા પહેલનો પ્રારંભ થવા અંગે હું ખુશી અનુભવું છું.

આ કોન્ફરન્સનો ઉદ્દેશ્ય નાગરિકોના ઉદ્યોગ સાહસિકતાના જુસ્સાને બળ આપવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવવાનો છે. આ કોન્ફરન્સના પરિણામોથી એવાં માહોલની રચના કરી શખાશે, જે તેમની ઉત્પાદન ક્ષમતાઓ અને ઇનોવેશનને વેગ આપશે, પરિણામે આત્મનિર્ભર ભારતના વિઝનમાં યોગદાન આપવા સક્ષમ બનશે.”

આ સેન્ટિમેન્ટ્સને પુષ્ટિ આપતાં પ્રાઇમ ફાઉન્ડેશનના સ્થાપક શ્રી વિનોદ શર્માએ Reinforcing these sentiments, Mr Vinod sharma, Founder – Prime Foundation, said, કહ્યું હતું કે, “ગુજરાતનો ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ ઇનોવેટિવ-સંચાલિત, નોલેજ-કેન્દ્રિત ઇન્ડસ્ટ્રી તરીકે ઉભરી આવી છે. વિવિધતા અને સમાવેશકતાના ઉદ્દેશ્ય સાથે આ કોન્ફરન્સ ફાર્મા અને હેલ્થકેર સેક્ટરમાં મહિલાઓના ઉદ્યોગ સાહસિકતાના જુસ્સાને બળ આપશે તેમજ જેન્ડર ભેદભાવ વિના સમાન તકો પ્રદાન કરીને આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવામાં મદદરૂપ બનશે.”

આ કોન્ફરન્સ અંગે પ્રતિક્રિયા આપતાં ઇન્ડિયન ડ્રગ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશનના નેશનલ પ્રેસિડેન્ટ ડો. વિરાંચી શાહે Dr. Viranchi Shah – National President Indian Drug Manufacturers’ Association Said કહ્યું હતું કે, “ગુજરાતના ઉદ્યોગ સાહસિક પુરુષ અને મહિલાઓની ચપળતા અને કુશળતાથી તેમનો વ્યવાસાય આગળ વધી રહ્યો છે. ગુજરાત દેશનું ફાર્મા હબ છે.

મહામારી સામે લડવામાં ગુજરાતની ફાર્મા અને હેલ્થકેર ઇન્ડસ્ટ્રીએ આપાતકાલીન સમયમાં ઉપયોગમાં લેવાતી વિવિધ દવાઓ અને રસીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. આ ક્ષેત્રમાં મહિલાઓના યોગદાનથી હજૂ ઘણું કરી શકાય તેમ છે. આ કોન્ફરન્સમાં ચર્ચા અને સંવાદથી હીતધારકોને આ ઇન્ડસ્ટ્રીમાં વિવિધતા અને સમાવેશકતાને કેવી રીતે વધુ મજબૂત કરી શકાય તેના તરફ ધ્યાન આપવામાં મદદ મળી રહેશે.”

ભાગલેનારાઓમાં પ્રશાંત શર્મા – પ્રેસીડેન્ટ, ઝાયડસ લાઈફસાયન્સિસ, ડો. ડિ કે રાજપુત- સીની. વાઈસ પ્રેસિડેન્ટ, કેડિલા ફાર્માસ્યુટીકલ, શ્રી સંજુ ધવન-ડાયરેક્ટર-રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, બેક્સ્ટર ફાર્માસ્યુટીકલ ઈન્ક, પદમીન બુચ – ડાયરેક્ટર-ટ્રોઈકા ફાર્માસ્યુટીકલ્સ લીમીટેડ, ડો. પ્રશાંત કાલે – સીનીયર વાઈસ પ્રેસીડેન્ટ – ઓપરેશન્સ, લેમબ્ડા થેરાપ્યુટીક રીસર્ચ, મમતા શુકલા-ફાઉન્ડર, પારૂલ હોમીઓ લેબ પ્રા. લી. નો સમાવેશ થાય છે.

આ કોન્ફરન્સને આયોજીત કરવાનો ઉમદા વિચાર એક્ટીવબ્રેઈન્ઝ એન્ડ આઈડીયાટુએક્સીક્યુશન નો છે. કોન્ફરન્સને ગુજરાત ટુરીઝમ એન્ડ પ્રાઈમ ઈન્ડિયા ફાઉન્ડેશન દ્વારા સહકાર મળ્યો છે. તે ઉપરાંત ઈન્ડિયન ડ્રગ મેન્યુફેકચરર્સ એસોસીયેશન (આઈડીએમએ),

બલ્ક ડ્રગ મેન્યુફેક્ચરર્સ એસોસીયેશન(બીડીએમએ), કોન્ફડરરેશન ઓફ ઈન્ડિયન ફાર્માસ્યુટીકલ ઈન્ડસ્ટ્રી(સીઆઈપીઆઈ), ફોરેન ઈન્વેસ્ટર્સ ફેસીલીટેશન સેન્ટર(એફઆઈએફસી), ઈન્ડિયન ઈકોનોમીક ટ્રેડ ઓર્ગેનાઈઝેશન(આઈઈટીઓ), એમએસએમઈ એન્ડ સ્ટાર્ટઅપ ફોરમ-ભારત અને સીને મીડિયા પાર્ટનર- યુએફઓ મુવીઝ જેવા એસોસીયેશન પાર્ટનરની મદદથી આયોજીત કરવામાં આવી રહ્યો છે.

Amongst the participants will be Prashant Sharma-President, Zydus Lifesciences, Dr. D K Rajput-Sr. Vice President, Cadila Pharmaceuticals, Mr. Sanju Dhawan-Director, Research and Development, Baxter Pharmaceuticals Inc, Padmin Buch-Director-Troika Pharmaceuticals Ltd, Dr. Prashant Kale-Sr. Vice President- Operations, Lambda Therapeutic Research, Mamta Shukla-Founder, Parul Homeo Lab Pvt. Ltd.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.