Western Times News

Gujarati News

225 કરોડના ખર્ચે 880 બેડ, 13 ઓપરેશન થીયેટરની સુવિધા શારદાબેન હોસ્પિટલમાં ઉપલબ્ધ થશે

અશોક મીલ કંપાઉન્ડમાં સ્ટાફ કવાર્ટસ, હોસ્ટેલ સહીતની સુવિધા ઉપલબ્ધ થશે-રરપ કરોડના ખર્ચથી મ્યુનિ. કોર્પોરેશન શારદાબેન હોસ્પિટલને આધુનિક બનાવાશે

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરના નાગરીકોને સસ્તા દરે શ્રેષ્ઠ સારવાર મળી રહે તે આશયથી મ્યુનિ. કોર્પોરેશને રૂા.૧૮૦ કરોડના ખર્ચથી શેઠ વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ કેમ્પસમાં બહુમાળી હોસ્પીટલ બનાવવા નિર્ણય કર્યો છે જેના ટેન્ડર પણ જાહેર થઈ ગયા છે, મ્યુનિ. શાસકો દ્વારા પૂર્વ- પશ્ચિમની ભેદરેખા દુર કરવા અવારનવાર દાવા કરવામાં આવે છે

તેમજ પુર્વ્‌ વિસ્તારમાં મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પીટલ બનાવવા માટે બજેટમાં પણ જાહેરાતો કરવામાં આવી હતી હવે મ્યુનિ. સત્તાધારી પાર્ટીની જાહેરાતો માત્ર કાગળ પર ન રહેતા તેનો અમલ પણ થઈ રહયો છે. પુર્વ વિસ્તારની જાણીતી શારદાબેન હોસ્પીટલને રૂા.રરપ કરોડના ખર્ચથી બનાવવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે.

મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત શારદાબેન હોસ્પીટલને લગભગ પ૦ વર્ષ પુર્ણ થયા છે. શારદાબેન હોસ્પીટલનું સરસપુર સ્થિત બિલ્ડીંગ જર્જરીત અને ભયજનક બન્યુ છે તેમજ દર્દીઓના ઘસારાના લીધે હયાત જગ્યા પણ ઓછી પડી રહી છે તેથી ઈન્ડીયા કોલોની વોર્ડમાં અશોક મીલ કંપાઉન્ડમાં મ્યુનિ. કોર્પોરેશને જે પ્લોટ મળ્યો છે

તેમાં મલ્ટીસ્ટોરીડ બિલ્ડીંગ બનાવવા માટે આયોજન કરવામાં આવ્યુ છે. અશોક મીલ ના અંદાજે ૩૧ હજાર ચો.મી.ના પ્લોટમાં પ૩પ૦૦ ચો.મી. બાંધકામ કરવામાં આવશે. સદ્‌ર પ્લોટમાં આઠ માળના હોસ્પિટલ બિલ્ડીંગ ઉપરાંત તબીબો અને નર્સીંગ સ્ટાફ માટે પણ અલગથી કવાર્ટર બનશે. શારદાબેન હોસ્પીટલ આધુનિક સુવિધાથી સજ્જ રહેશે.

જેમાં ૧ર જેટલા ઓપરેશન થીયેટર, ગાયનેક, રેડીઓલોજી, પીડીયાટ્રીક, ઓથોપેડીકને લગતી સારવાર માટે અલગ વ્યવસ્થા ઉપલબ્ધ થશે, હોસ્પિટલમાં કુલ ૮૮૦ બેડ રહેશે. જેમાં ગ્રાઉન્ડ ફલોર પર જનરલ મેનેસીન વોર્ડના ૧ર૦ બેડ રહેશે.

હોસ્પીટલના પ્રથમ માળે ઈમરજન્સી સર્જરી અને રેડીયોલોજી વિભાગ, બીજા માળે બ્લડ બેંક, હોસ્પીટલ લેબ, ચામડીના રોગોને લગતી સારવાર, આંખ-નાક, ગળાની સારવાર માટે ૧ર૦ પથારી રાખવામાં આવશે. અશોક મીલ કંપાઉન્ડમાં તૈયાર થનાર હોસ્પીટલમાં ઈન્ડોર પેશન્ટ માટે ગ્રાઉન્ડ ૦૬ માળનું બિલ્ડીંગ, ઓપીડી માટે બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફલોર ૦પ માળ, ફેમીલી કવાર્ટસ માટે એક માળનું બીલ્ડીંગ તથા ચાર માળનું હોસ્ટેલ બીલ્ડીંગ બનાવવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.