Western Times News

Gujarati News

ગુજરાતમાં હિટવેવઃ રેડ એલર્ટ જાહેર કરાયુ

અમદાવાદમાં આજે ગરમી ૪૫ ડીગ્રીએ પહોંચશે

અમદાવાદ, રાજ્યમાં ચૈત્રી મહિનાની આકરી ગરમી પડી રહી છે. ઉત્તર-પૂર્વના ગરમ-સૂકા પવનો શરૂ થતાં અસહ્ય તાપ પડી રહ્યો છે. દરમિયાન અમદાવાદમાં આગામી બે દિવસ રેડ એલર્ટ જાહેર કરાયું છે, આ દરમિયાન તાપમાનનો પારો ૪૫ ડિગ્રી સુધી શકયતા વ્યક્ત કરવામાં આવી છે.

બે દિવસ ઓરેન્જ એલર્ટ અને ૪ મેના રોજ યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદમાં ૩૦ એપ્રિલ અને ૧લી જૂનના રોજ શહેરનું મહત્તમ તાપમાન ૪૫ ડિગ્રી કે તેથી પણ ઉપર પહોંચી શકે છે, જ્યારે લઘુત્તમ તાપમાન પણ વધીને ૨૭ ડિગ્રી સુધી રહેશે. જ્યારે ૨ અને ૩ મેના રોજ અનુક્રમે ૪૪ તથા ૪૩ ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે.

જ્યારે ૪મેના રોજ ૪૨ ડિગ્રી સુધી ગરમી રહી શકે છે વામાન વિભાગે અમદાવાદની સાથે સાથે, ગાંધીનગર, ખેડા, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જુનાગઢ, અમરેલી તથા કચ્છ જિલ્લાઓમાં પણ બે દિવસ હિટવેવ રહેવાની આગાહી કરી હતી.

રાજ્યમાં આજે સૌથી વધારે ગરમી અમદાવાદમાં પડી હતી. અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૪.૨, ડીસામાં ૪૨.૭, ગાંધીનગરમાં ૪૩.૨, વલ્લભ વિદ્યાનગરમાં ૪૧.૫, વડોદરામાં ૪૧.૮, સુરતમાં ૩૫.૪, વલસાડમાં ૩૫.૫, દમણમાં ૩૪.૨, ભુજમાં ૪૧.૩, નલિયામાં ૩૮.૨, કંડલા પોર્ટ પર ૪૦, કંડલા એરપોર્ટમાં ૪૪, અમરેલીમાં ૪૩.૨, ભાવનગરમાં ૩૯.૫, દ્વારકામાં ૩૩, ઓખામાં ૩૪.૧, પોરબંદરમાં ૩૬.૮, રાજકોટમાં ૪૩.૨, વેરાવળમાં ૩૪, દીવમાં ૩૩, સુરેન્દ્રનગરમાં ૪૩.૧,

મહુવામાં ૩૭.૬, કેશોદમાં ૪૧.૧ ડીગ્રી તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં અમદાવાદ સહિત ૧૨ શહેરોમાં ગરમીનો પારો ૪૦થી વધારે નોંધાયો હતો. અમદાવાદ, ગાંધીનગર, કંડલા એરપોર્ટ, અમરેલી, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ગરમી ૪૩ ડીગ્રીથી વધારે નોંધાયું હતું. ઉનાળો હવે દિવસે દિવસે આકરો બનતો જઇ રહ્યો છે.

છેલ્લા થોડા દિવસથી ગરમીનો પારો સતત વધી રહ્યો છે. ત્યારે આજે ફરી હવામાન વિભાગે રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધવાની આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ૨ દિવસ રાજ્યમાં હીટવેવ રહેશે. તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન ૪૫ ડિગ્રી પાર જશે.

-કચ્છ અને મધ્ય ગુજરાતમાં હીટવેવ રહેશે. તો અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ પણ અપાયું છે. ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે મે મહિનામાં શરૂ થતી ગરમી પવનોની દિશા બદલાતા એપ્રિલ મહિનામાં શરૂ થઈ છે. જેના કારણે આ વર્ષે લોકોને ગરમીનો અહેસાસ જલ્દી થવા લાગ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.