Western Times News

Gujarati News

સમસ્ત મહાજન સંસ્થાનું અમદાવાદ ખાતે નવા કાર્યાલયનું તા. 6 મે ના રોજ ઉદઘાટન

કાર્યક્રમમાં ગુજરાત સરકારના પ્રધાનો, શ્રેષ્ઠીઓ, દાતાઓ , કાર્યકર્તાઓ પધારશે.  

પરદુઃખે ઉપકાર કરવો એ માનવ જીવનને સાર્થક કરવાની પહેલી શરત છે. સમસ્ત મહાજનનાં અગણિત સેવાકાર્યનાં પાયામાં આ શુધ્ધ ભાવના, ગુરૂદેવોની પરમ કૃપા, સાધુ-સાધ્વી ભગવંતોનાં આશીર્વાદ તથા માર્ગદર્શન, દાતાઓનો સબળ સાથ અને ટ્રસ્ટીઓ, કાર્યકર્તાઓનો સેવા કરવાનો અખૂટ ઉત્સાહ સમાયાં છે.

કોરોના વાઈરસે સર્જેલી અકલ્પનીય પરિસ્થિતિ અને લોકડાઉનથી લઈને હમણાંનાં અનલોકનાં સમય સુધી સમસ્ત મહાજને જે સુકૃતો કર્યા છે એ અસાધારણ અને ખરા અર્થમાં અનુમોદનીય છે. સમસ્ત મહાજનનાં નામથી આખો દેશ પરિચિત છે. સેવાની વાત આવે, પરોપકારની વાત આવે કે વાત આવે અનુકંપા અને જીવદયાની, સમસ્ત મહાજન દરેક મોરચે ઉત્કૃષ્ટ કાર્યો કરતી આશીર્વાદરૂપ સંસ્થા બની છે.

વૈશ્વીક સ્તરે જળ, જન, જંગલ, જમીન, જાનવરની સુખાકારી માટે કાર્યરત સેવા સંસ્થા ‘સમસ્ત મહાજન’નાં અમદાવાદ ખાતે નવા કાર્યાલયનું  ઉદઘાટન તા.6 મે 2022, શુક્રવાર, વૈશાખ સુદ – ૫ નાં રોજ સવારે 10 વાગ્યાથી 5 વાગ્યા સુધી સંસ્થાના નવા કાર્યાલય B/108,સનવેસ્ટ બેન્ક,વલ્લભ સદન પાસે, આશ્રમ રોડ, અમદાવાદ-09 ખાતે રાખેલ છે.

આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના  પ્રધાનો, શ્રેષ્ઠીઓ, દાતાઓ , કાર્યકર્તાઓ પધારશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સમસ્ત મહાજનનાં ટ્રસ્ટી મંડળ દ્વારા જાહેર આમંત્રણ આપાયું છે. વિશેષ માહિતી માટે ગિરીશભાઈ શાહ (મો. 9820020976) ,અશોકભાઇ(મો. 9825072939) , ખુશ્બુબેન (મો. 9825860865) નો સંપર્ક કરવા મિતલ ખેતાણી (મો.9824221999)ની યાદીમાં જણાવાયું છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.