Western Times News

Gujarati News

પાંચ સરળ પગલામાં LICના IPOમાં કેવી રીતે રોકાણ કરી શકાય?

એલઆઇસી આઇપીઓ 4 મે, 2022ના રોજ ખૂલશો અને 9 મે, 2022ના રોજ બંધ થશે LIC IPO to open on 4th May 2022

ઇશ્યૂનો પ્રાઇઝ બેન્ડ પ્રતિ શેર રૂ. 902-949-જાહેર ભરણા દ્વારા અંદાજે કુલ રૂ. 20,500 કરોડ ઉભા કરવાનો ઉદ્દેશ્ય

રશિયા-યુક્રેન કટોકટીને કારણે ઘણાં ભારતીય સ્ટાર્ટ-અપ્સ અને કંપનીઓને અસર થઇ છે, જેના પરિણામે સ્ટોક માર્કેટમાં જબરદસ્ત વોલેટાલિટી જોવા મળી રહી છે. વૈશ્વિક પરિસ્થિતિઓને કારણે આઇપીઓની યોજનાઓ સામે પણ અવરોધ પેદા થયો છે. How to invest in LIC IPO via Upstox in five easy steps.

જોકે, લાંબા સમયથી રાહ જોવાતા લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (એલઆઇસી)નું પ્રારંભિક જાહેર ભરણું (આઇપીઓ) 04 મેના રોજ ખૂલશે અને 09 મે, 2022ના રોજ બંધ થઇ થશે. એન્કર ઇન્વેસ્ટર્સ માટે આઇપીઓ 02 મે, 2022ના રોજ ખૂલ્યો છે.
એલઆઇસીના આઇપીઓનું કદ ઘટાડીને રૂ. 20,557 કરોડ કરાયું છે, જે અપેક્ષિત રૂ. 60,000 કરોડ કરતાં નીચે છે.

એલઆઇસીના આઇપીઓનું કદ ઘટાડવાના મુખ્ય કારણોમાં યુક્રેન-રશિયા કટોકટી, ભારતીય માર્કેટમાંથી ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (એફપીઓ)ની વાપસી તથા ફુગાવા અને વ્યાજદરોમાં વૈશ્વિક વધારો સામેલ છે. સંશોધિત ડીઆરએચપી મૂજબ સેબીએ અગાઉના ડ્રાફ્ટમાં 5 ટકાના ઉલ્લેખની જગ્યાએ 3.5 ટકા હિસ્સાના વેચાણને મંજૂરી આપી છે. એલઆઇસી આઇપીઓ વર્તમાન નાણાકીય વર્ષમાં અંદાજિત ડિસઇન્વેસ્ટમેન્ટ આવકોમાં મોટું યોગદાન આપે તેવી અપેક્ષા છે.

અપસ્ટોક્સ જેવાં ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ્સ તેમના પ્લેટફોર્મ દ્વારા આઇપીઓમાં રોકાણ કરવાનો વિકલ્પ ઓફર કરી રહ્યાં છે. અપસ્ટોક્સ ભારતના સૌથી મોટા ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ્સ પૈકીનું એક છે, જે 9.5 મિલિયનથી વધુ ગ્રાહકો ધરાવે છે. તમામ ભારતીય રોકાણકારો માટે તેમના નાણાકીય રોકાણને સરળ, સુસંગત અને સુલભ બનાવવાના ઉદ્દેશ્ય સાથે તેની સ્થાપના કરવામાં આવી હતી.

અપસ્ટોક્સ દ્વારા આઇપીઓમાં રોકાણ કરવાના નીચે મૂજબના પાંચ સરળ પગલાઃ

પગલું 1: તમારા ઓળખપત્રો સાથે અપસ્ટોક્સ એપ્લીકેશન અથવા વેબસાઇટ ઉપર લોગઇન કરો
પગલું 2: તમે જેમાં રોકાણ કરવા માગતા હોવ તે આઇપીઓ સિલેક્ટ કરો અને તેના માટે તમારું એપ્લીકેશન ફોર્મ ભરો
પગલું 3: ઉપલબ્ધ પ્રાઇઝ રેન્જમાં 3 જેટલી બીડ ઉમેરો
પગલું 4: તમારી એપ્લીકેશન કન્ફર્મ કરો
પગલું 5: યુપીઆઇ મેન્ડેટ સ્વિકારો અને તમારી મોબાઇલ યુપીઆઇ એપ દ્વારા ફંડ્સ બ્લોક કરો

અપસ્ટોક્સના યુઝર્સ વોટ્સએપ દ્વારા પણ આઇપીઓ માટે અરજી કરી શકે છે. આ વિશિષ્ટ ફીચર છે અને નીચે તેની સ્ટેપ-બાય-સ્ટેપ ગાઇડ છેઃ

પગલું 1: વોટ્સએપ નંબર (+91 93212 61102) ઉપર ‘Hi’ મોકલો, જે આઇપીઓ એપ્લીકેશન્સ સંબંધિત છે, અને ‘IPO’ ક્લિક કરો
પગલું 2: ‘Yes, proceed’ સિલેક્ટ કરીને તમારો નંબર કન્ફર્મ કરો અથવા જો તમે તમારો નંબર બદલવા માગતા હોવ તો ‘No, change no’ ક્લિક કરો
પગલું 3: હવે તમને મોકલાયેલા 6-ડિજિટલ ઓટીપી દાખલ કરીને તમારો નંબર વેરિફાઇ કરો
પગલું 4: વેરિફિકેશન બાદ, તમે તાજેતરના આઇપીઓની વિગતો પ્રાપ્ત કરશો. તમે એપ્લાય કરવા માગો તે આઇપીઓ યાદીમાંથી સિલેક્ટ કરો
પગલું 5: હવે, આગળ વધવા માટે ‘Apply now’ સિલેક્ટ કરો અને જો તમે બીજા આઇપીઓ જોવા માગતા હોવ તો ‘View other IPO’ સિલેક્ટ કરો

પગલું 6: હવે તમે જે કિંમતે બીડ કરવા માગતા હોવ તે કિંમત દાખલ કરવા એન્ટર કરવા કહેવાશે
પગલું 7: હવે યાદીમાં 1-9 વચ્ચે તમે કેટલાં લોટ એપ્લાય કરવા માગો છો તે સિલેક્ટ કરો. જો તમે 9 લોટ કરતાં વધુ સિલેક્ટ કરવા માગો તો ‘more’ ઉપર ક્લિક કરો અને આપેલી રેન્જમાં મહત્તમ નંબરના લોટનો ઉલ્લેખ કરો

પગલું 8: હવે તમે તમારી બીડની વિગતોનો સારાંશ જોઇ શકશો. આગળ વધવા માટે ‘Proceed’ સિલેક્ટ કરો અથવા જો તમે કંઇક બદલવા ઇચ્છતા હોવ તો ‘Change bid’ સિલેક્ટ કરો
પગલું 9: હવે, તમારે તમારું યુપીઆઇ આઇડી દાખલ કરવાનું રહેશે

પગલું 10: તમારી આઇપીઓ એપ્લીકેશન સબમીટ કરવા ‘Accept & proceed’ સિલેક્ટ કરો અથવા જો તમે વિચાર બદલ્યો હોય અને આઇપીઓ માટે એપ્લાય ન કરવા માગતો હોવ તો ‘Decline’ કરો
પગલું 11: એકવાર આ તમામ પગલાં પૂર્ણ થાય ત્યારબાદ તમે વોટ્સએપ ચેટમાંથી કોઇપણ સમય અને જગ્યાએથી તમારી એપ્લીકેશનનું સ્ટેટ ચેક કરી શકો છો


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.