Western Times News

Gujarati News

ECG પર ધ્યાન કેન્દ્રિત કરવાથી કંપનીને નફો થવાની સાથે પૃથ્વીની સલામતી જાળવવામાં મદદ મળશે

રેટિંગ્સથી પર થઈને વિચારવાની જરૂર છે

ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સના સીએચઆરઓ શ્રી જુધાજિત દાસના જણાવ્યા મુજબ, મહામારીએ આબોહવામાં પરિવર્તનની અસરને નિયંત્રણમાં લેવા તાત્કાલિક કામગીરી કરવાની અને સસ્ટેઇનેબિલિટી સંબંધિત ચિંતાઓનું સમાધાન કરવાની જરૂરિયાતમાં મોટો વધારો થયો છે.

જ્યારે ગ્લોબલ વોર્મિંગની અસરો અને કાર્બનના ઉત્સર્જનમાં ઘટાડો ઘણા વર્ષોની સહિયારી કામગીરીનો ભાગ છે, ત્યારે મહામારી પછીની દુનિયામાં કોર્પોરેટ ક્ષેત્રએ તેના પર ઘણું ધ્યાન આપ્યું છે. આ કોર્પોરેટ વહીવટીના ધારાધોરણો તેમજ ગ્રાહક અને કર્મચારી-કેન્દ્રિત પદ્ધતિઓ અને પહેલો મજબૂત કરવા અને વધારવાની અપીલ કરી છે.

મહામારીની શરૂઆત સાથે હકીકતમાં કર્મચારીઓનું સ્વાસ્થ્ય, સલામતી અને સુખાકારી સર્વોચ્ચ વ્યવસાયિક પ્રાથમિકતા બની હતી. આ ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન આપવા વિવિધ પહેલો તરફ તથા કાર્યસ્થળે વિવિધતા અને સર્વસમાવેશકતા પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવા તરફ પણ દોરી ગઈ છે.

શ્રી દાસે ઉમેર્યું હતું કે, ડિજિટલ વ્યવહારોને વેગ મળતાં ગ્રાહકના ડેટાની ગોપનીયતા વધારવા માટે સ્પષ્ટ માગો છે અને ચોક્કસ જવાબદાર રોકાણો અને જોખમના વ્યવસ્થાપનના શ્રેષ્ઠ ધારાધોરણો માટેની જરૂરિયાત ઊભી થઈ છે. આ તમામ પર્યાવરણને અનુકૂળ ભવિષ્ય માટે લાભદાયક છે.

વ્યવસાય સાથે સસ્ટેઇનેબિલિટીનું સંકલન

કંપનીઓ તેમની સસ્ટેઇનેબિલિટી પ્રત્યે તેમની કટિબદ્ધતાઓના ભાગરૂપે પર્યાવરણીય, સામાજિક અને વહીવટી (ઇએસજી) માળખામાં સંવર્ધિત જાહેરાતો અને સિદ્ધાંતોના પાલનનું પ્રદર્શન કરવા પહેલો સાથે પ્રતિભાવ આપે છે. આ સઘન સસ્ટેઇનેબિલિટી માળખું કંપનીઓને તેમની પ્રાથમિકતાઓ અને ઇએસજી લક્ષ્યાંકો દ્વારા વિચારવામાં મદદરૂપ થશે, જેના પરિણામે લોકો, પૃથ્વી અને સમાજ માટે મૂલ્ય-સર્જન પર ધ્યાન કેન્દ્રિત થશે.

તેમની સંપૂર્ણ વ્યવસાયિક વ્યૂહરચનાના ભાગરૂપે સંકલિત ECG દ્વારા કંપનીઓ લોકો અને પૃથ્વીને ધ્યાનમાં રાખીને પર્યાવરણને અનુકૂળ ઉત્પાદનો અને સેવાઓ બનાવવા, ખર્ચ ઘટાડવા અને તેમના નફા પર સકારાત્મક અસર કરી શકી છે.

સાથે સાથે રોકાણકારો સંભવિત રોકાણની ચકાસણી કરવા ઇએસજી ધારાધોરણોનું મૂલ્યાંકન અને વિશ્લેષણ વધારે છે, જે કંપનીઓને ઇએસજી માપદંડો પર પગલાં લેવા, નજર રાખવા અને શ્રેષ્ઠ કામગીરી પ્રદર્શિત કરવા કેન્દ્રિત પહેલો હાથ ધરવા પ્રોત્સાહન આપે છે.

માનવીય મૂડી પર ધ્યાન કેન્દ્રિત

મહામારીએ ઉચિત રીતે દર્શાવ્યું હતું કે, કર્મચારીઓએ કેવી રીતે ગ્રાહકોની જરૂરિયાતો પૂર્ણ કરવા તેમની ફરજના કલાકોથી પણ વધારે કામ કર્યું હતું. આવશ્યક સેવાઓમાં કર્મચારીઓએ સમાજને નિઃસ્વાર્થ સેવાઓના મૂલ્યોને પ્રદર્શિત કર્યા હતા. કુશળ, પ્રોત્સાહિત અને સંલગ્ન વર્કફોર્સ સ્પર્ધાત્મક ફાયદાનો સ્તોત્ર છે

તથા જવાબદાર કંપનીઓએ તેમના કર્મચારીઓને તેમની જરૂરિયાતના સમયમાં ટેકો આપવામાં કોઈ કચાશ ન રાખીને તેમની કટિબદ્ધતા પ્રદર્શિત કરી હતી. આ ઉચિત કામગીરી હોવાની સાથે કંપનીઓની સમાજ પ્રત્યેની ખરી જવાબદારી, તેનું ખરું ચરિત્ર પણ દર્શાવે છે તથા એની બ્રાન્ડનું મૂલ્ય વધારે છે.

સસ્ટેઇનેબિલિટી પ્રત્યે કંપનીની કટિબદ્ધતાનો આધાર લીડરશિપ દ્વારા સસ્ટેઇનેબિલિટીના મૂલ્યોને કેવી રીતે આદર્શ ગણવામાં આવે છે તથા દરેક અને તમામ કર્મચારીઓ દ્વારા તેનું કેવી રીતે પાલન થાય છે એના પર છે. મેનેજમેન્ટના ટોચના સ્તર પરથી કાર્યશૈલી સ્થાપિત થાય છે તથા એટલે જવાબદાર અને નૈતિક અભિગમ પ્રત્યેની કટિબદ્ધતા પ્રદર્શિત કરવાની લીડરશિપની ફરજ છે.

ખરાં અર્થમાં પરિવર્તન કરવા અને સસ્ટેઇનેબિલિટીને હાર્દરૂપ મૂલ્ય તરીકે સ્વીકારવા કંપનીઓ માટે લીડર્સે ઇએસજી રેટિંગ્સથી પર તેમની કટિબદ્ધતા પ્રદર્શિત કરવી પડશે અને યોગ્ય કાર્યશૈલીને ખીલવવા યોજનાઓનો અમલ કરવો પડશે.

HR કામગીરી કાર્યશૈલીમાં પરિવર્તનના એજન્ડાને સક્ષમ બનાવશે એવી અપેક્ષા છે. એચઆર સિસ્ટમ્સ અને પ્રેક્ટિસ અસરકારક રીતે સકારાત્મક અભિગમોને પ્રેરિત કરે છે, જે સસ્ટેઇનેબિલિટીને પ્રોત્સાહન આપે છે. જોકે લીડર્સ અને એચઆર જ એકલા હાથે આ પરિવર્તન ન કરી શકે.

સસ્ટેઇનેબિલિટી તમામ કર્મચારીઓની સહિયારી જવાબદારી છે અને આ લોકો, પૃથ્વી અને ઉદ્દેશને સંલગ્ન કરવા નફાથી વિશેષ છે. જ્યારે દરેક કર્મચારી જવાબદારીપૂર્વકના અભિગમ હાથ ધરે છે, ત્યારે સસ્ટેઇનેબિલિટી સ્વયં-પરિપૂર્ણ ફિલોસોફી બની જાય છે તથા ગર્વ, જોડાણનો સ્તોત્ર બને છે તેમજ તમામ હિતધારકો માટે એકસમાન ઉદ્દેશ બની જાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.