Western Times News

Gujarati News

વિશ્વના સૌથી મોટા એક્ષ્પો પેપરેક્સ દિલ્હીના ઇન્ડિયા એક્ષ્પો સેન્ટરમાં 10થી 13 મે, 2022 સુધી યોજાશે

#Paperex 2022 World’s Largest Paper Show May 10-13 2022 at India Exposition Mart Limited Greater Noida.

પેપર, પલ્પ અને સંલગ્ન ક્ષેત્રો પર વિશ્વના સૌથી મોટા એક્ષ્પો પેપરેક્સની 15મી એડિશન દિલ્હી એનસીઆરના ગ્રેટર નોઇડામાં ઇન્ડિયા એક્ષ્પો સેન્ટરમાં 10થી 13 મે, 2022 સુધી યોજાશે 

⦁ આ વિશિષ્ટ શોનું ઉદ્ઘાટન ભારત સરકારના આદરણીય નાણાં મંત્રી (રાજ્ય કક્ષાના) ડો. ભાગવત કિશનરાવ કરાડ કરશે
⦁ આંતરરાષ્ટ્રીય પેપર ઉત્પાદનોના બજારનું કદ વાર્ષિક 6.5 ટકાના દરે વધીને વર્ષ 2026માં 1,234.22 અબજ ડોલર થઈ જશે એવી અપેક્ષા
⦁ સ્થાનિક પેકેજિંગ પેપર ઉત્પાદન ક્ષમતા વર્ષ 2024 સુધીમાં 4 લાખ એમટી વધીને 30 લાખ એમટીથી વધારે થશે, જેનું મૂલ્ય 13 અબજ ડોલર થઈ જશે

કોવિડ પછી દુનિયામાં નવા વ્યવસાયિક સ્થિતિસંજોગોમાં ભારતના પેપર ઉદ્યોગની ટેકનોલોજીને સ્પર્ધાત્મક બનાવીને આ ઉદ્યોગને વેગ આપવા પેપર, પલ્પ, પેપરબોર્ડ, પેકેજિંગ, પ્રિન્ટિંગ અને પબ્લિશિંગ ઉદ્યોગ પર વિશ્વનો સૌથી મોટો ટ્રેડ શો પેપરેક્સ 2022નું આયોજન દિલ્હી એનસીઆરના ગ્રેટર નોઇડામાં ઇન્ડિયા એક્ષ્પો સેન્ટરમાં 10થી 13 મે, 2022 સુધી થયું છે.

આ ટ્રેડ શોનું ઉદ્ઘાટન ભારત સરકારના આદરણીય નાણામંત્રી (રાજ્ય કક્ષાના) ડો. ભગવતી કિશનરાવ કરાડ કરશે. આ પ્રસંગે પેપર ઉદ્યોગમાંથી અગ્રણી દિગ્ગજો ઉપસ્થિત રહેશે. હાય્ય ગ્રૂપ પીએલસી (અગાઉ બ્રિટનની આઈટીઈ પીએલસી)ની કંપની હાય્વ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ

દ્વારા આયોજિત પેપરેક્સ નવી વ્યવસાયિક તકો, સંયુક્ત સાહસો, રોકાણો અને ટેકનોલોજી હસ્તાંતરણ માટે પેપર ઉદ્યોગ માટે “એકીકૃત વ્યવસાયિક પ્લેટફોર્મ” છે. આ એકમાત્ર વિસ્તૃત વ્યવસાયિક પ્લેટફોર્મ છે, જે પેપર ઉદ્યોગને સેવા આપે છે અને વર્ષોથી પેપર અને સંલગ્ન ઉદ્યોગો સાથે સંબંધિત ઉત્પાદનો અને સેવાઓના સંપૂર્ણ પાસાઓ દર્શાવવા માટે આદર્શ આંતરરાષ્ટ્રીય મંચ છે.

પેપરેક્સ 2022માં પેપર અને બોર્ડ ઉત્પાદન માટે વિવિધ પ્રકારના પેપર, અદ્યતન ટેકનોલોજીકલ પ્રગતિ, મશીનરી અને કાચો માલ દર્શાવવા 18+ દેશોમાંથી 600+ પ્રદર્શકો સામેલ થશે – જેમાં આંતરરાષ્ટ્રીય પેપર ઉત્પાદકોમાંથી કેટલાંક મોટો નામો સામેલ થશે.

આ એક્ષ્પોની પેપર અને બોર્ડ ઉત્પાદકો, પેપરના વેપારીઓ, પ્રિન્ટર્સ, પબ્લિશર્સ, કન્વર્ટર અને પેપર પેકેજિંગ કંપનીઓ, કોરુગેટેડ બોક્ષ અને સંબંધિત પેકેજિંગના ડિઝાઇનરો, રોકાણકારો અને પ્રમોટર્સએ અવશ્ય મુલાકાત લેવી જોઈએ. કોવિડ પૂર્વેના સમયની જેમ આ ટ્રેડ શોમાં 4 દિવસમાં દુનિયાભરમાંથી વ્યવસાયિક અને નેટવર્કિંગની તક ઝડપવા 20,000થી વધારે મુલાકાતીઓ આવશે એવી અપેક્ષા છે. 2 વર્ષના લાંબા અંતરાલ પછી ટ્રેડ મુલાકાતીઓને એક જગ્યાએ પેપર ઉદ્યોગના આગેવાનો સાથે પ્રત્યક્ષ સંવાદ કરવાની વિશિષ્ટ તક મળશે.

આ ટ્રેડ શોની મુખ્ય ખાસિયત પથપ્રદર્શક કોન્ફરન્સ “પેપર ઇન્ડસ્ટ્રીઃ પોસ્ટ પેન્ડેમિક ગ્રોથ એન્ડ રિસ્ટ્રક્ચરિંગ” એટલે કે પેપર ઉદ્યોગઃ મહામારી પછી વૃદ્ધિ અને પુનર્ગઠન બની રહેશે,

જેનું આયોજન ઇન્ડિયન એગ્રો એન્ડ રિસાઇકલ્ડ પેપર મિલ્સ એસોસિએશન (આઈએઆરપીએમએ)એ કર્યું છે તેમજ આ શોમાં ત્રણ દિવસનો ઓપન સેમિનાર “પેપર – કોરુગેશન, પ્રિન્ટિંગ એન્ડ પેકેજિંગ ઇન્ડસ્ટ્રી” એટલે કે પેપર – કોરુગેશન, પ્રિન્ટિંગ અને પેકેજિંગ ઉદ્યોગ પર પણ યોજાશે, જે મુખ્ય પડકારો અને તકોને આવરી લેશે.

અન્ય આકર્ષણોમાં બાયર ડેલિગેશન્સ છે, જેમાં IPPTA, IPMA, INMA, IARPMA, FPTA, IRPTA, WPF વગેરે સહિત મુખ્ય અગ્રણી ટ્રેડ એસોસિએશન્સમાંથી પ્રતિનિધિઓ સામેલ હશે. ભારત અને વિદેશમાંથી મુલાકાત લેનાર ગ્રાહકોની ગુણવત્તાને ધ્યાનમાં રાખીને અનેક પ્રદર્શકો આ પ્લેટફોર્મનો ઉપયોગ નવા ઉત્પાદનો, સેવાઓ અને ટેકનોલોજીઓ પ્રસ્તુત કરવા માટે કરશે.

તમામ મોટા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંગઠનોના સાથસહકાર તથા એક છત હેઠળ પેપર ઉદ્યોગના તમામ પાસાને આવરી લેતા શોની વિશિષ્ટ સામગ્રીને પગલે પેપરેક્સમાં દર વર્ષે આંતરરાષ્ટ્રીય ભાગીદારી સતત વધી રહી છે.

આ શોને સંપૂર્ણ ઉદ્યોગનો શો બનાવવા એની સાથે ટિશ્યૂ ઉત્પાદનો, મશીનરી અને ટેકનોલોજીસ પર આંતરરાષ્ટ્રીય પ્રદર્શન ટિશ્યૂએક્સ 2022, કોરુગેટેડ બોક્ષ, મશીનરી, ટેકનોલોજી અને સંલગ્ન ઉદ્યોગો પર આંતરરાષ્ટ્રીય પ્રદર્શન અને કોન્ફરન્સ કોરુગેક્સ 2022નું આયોજન પણ થયું છે. એફએમસીજી, ફાર્મા અને ઇકોમર્સ ક્ષેત્રો, ખાસ કરીને પેકેજિંગ પેપરની સતત માગ સાથે આ ક્ષેત્ર વૃદ્ધિ કરશે એવી અપેક્ષા છે તથા પેપરેક્સ આ ઉદ્યોગમાં નવા ટ્રેન્ડ સ્થાપિત કરવા લોંચ પેડ બનશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.