Western Times News

Gujarati News

પંજાબનો ધમાકેદાર વિજય, ગુજરાત ટાઈટન્સને હરાવ્યું.

ગુજરાતનો આ બીજાે પરાજય.

ગુજરાતના ૧૪૩ રનના સ્કોર સામે પંજાબે ૧૪૫ રન નોંધાવીને મેચ જીતી.

ધવન ૬૨ રન નોંધાવીને નોટઆઉટ રહ્યો હતો.

નવી દિલ્હી,ઝડપી બોલર કાગિસો રબાડાની ઘાતક બોલિંગ બાદ શિખર ધવનની અડધી સદી અને ભાનુકા રાજપક્સેની આક્રમક બેટિંગની મદદથી પંજાબ કિંગ્સે IPL t20 ક્રિકેટ ટુર્નામેન્ટની ૧૫મી સિઝનમાં GT સામે આઠ વિકેટે આસાન વિજય નોંધાવ્યો હતો. IPL-2022માં મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં મંગળવારે રમાયેલી મેચમાં PBKSને વિજય માટે વધારે મહેનત કરવી પડી ન હતી. પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને રહેલી ગુજરાત ટાઈટન્સની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ર્નિણય કર્યો હતો.

જાેકે ટીમ મોટો સ્કોર નોંધાવી શકી ન હતી. સાઈ સુદર્શનની ૬૫ રનની ઈનિંગ્સની મદદથી ગુજરાત ટાઈટન્સને ૨૦ ઓવરમાં આઠ વિકેટે ૧૪૩ રનનો સ્કોર નોંધાવ્યો હતો. પરંતુ શિખર ધવન અને રાજપક્સેની જાેડીએ આ સ્કોરને વધારે આસાન બનાવી દીધો હતો. પંજાબે ૧૬ ઓવરમાં બે વિકેટે ૧૪૫ રન નોંધાવીને મેચ જીતી લીધી હતી. ધવન ૬૨ રન નોંધાવીને નોટઆઉટ રહ્યો હતો. ગુજરાતનો આ બીજાે પરાજય હતો અને હાલમાં ટીમ ૧૬ પોઈન્ટ સાથે ટોચ પર છે. પંજાબ કિંગ્સ સામે ૧૪૪ રનનો લક્ષ્યાંક હતો જે ધવન અને રાજપક્સેની જાેડીએ આસાન બનાવી દીધો હતો.

ટીમે ૧૦ રનના સ્કોર પર જાેની બેરસ્ટોની વિકેટ ગુમાવી દીધી હતી. બાદમાં ઓપનર ધવને રાજપક્સે સાથે મળીને તાબડતોબ બેટિંગ કરી હતી. આ જાેડીએ ગુજરાતના બોલર્સને હંફાવ્યા હતા અને વધારે સફળ થવા દીધા ન હતા. ગુજરાતના બોલર્સ એક પણ સમયે બંને બેટરને દબાણમાં લાવી શક્યા ન હતા. આ જાેડીએ ૮૭ રનની ભાગીદારી નોંધાવી હતી. રાજપક્સે ૨૮ બોલમાં પાંચ ચોગ્ગા અને એક સિક્સર સાથે૪૦ રન નોંધાવીને આઉટ થયો હતો. ત્યારબાદ લિયામ લિવિંગસ્ટોને ૧૦ જ બોલમાં ૩૦ રન ફટકારીને ટીમના આસાન વિજયમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.

તેણે ૧૦ બોલમાં બે ચોગ્ગા અને ત્રણ સિક્સર ફટકારી હતી અને અંત સુધી નોટઆઉટ રહ્યો હતો. જ્યારે ધવન ૫૩ બોલમાં આઠ ચોગ્ગા અને એક સિક્સરની મદદથી ૬૨ રન નોંધાવીને અણનમ રહ્યો હતો. ગુજરાત માટે મોહમ્મદ શમી અને લોકી ફર્ગ્યુસને એક-એક વિકેટ ઝડપી હતી. ગુજરાત ટાઈટન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ર્નિણય કર્યો હતો પંરતુ તેના બેટર્સનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. ટીમ મોટો સ્કોર કરી શકી ન હતી. સાઈ સુદર્શને અડધી સદી ફટકારી હતી પરંતુ તે સિવાય કોઈ બેટર મોટી ઈનિંગ્સ રમી શક્યો ન હતો. ગુજરાતે ૨૦ ઓવરમાં આઠ વિકેટે ૧૪૩ રનનો સ્કોર નોંધાવ્યો હતો. ટીમે ૧૭ રનના સ્કોર પર શુભમન ગિલની વિકેટ ગુમાવી દીધી હતી.sss


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.