Western Times News

Gujarati News

ગાંધીનગરના ખેડૂતોએ બિયારણની ખરીદી અધિકૃત લાયસન્સ ઘરાવતી મંડળીઓ પાસેથી કરવા અપીલ

ગાંધીનગર,ગાંધીનગર જિલ્લાના ખેડૂતોને કપાસ પાકના બિયારણની થેલી અથવા પેકેટ કે જેના પર ઉત્પાદકનું નામ, સરનામું અને બિયારણના ઘારાઘોરણો દર્શાવેલ ન હોય તેવા ૪ જી અને ૫ જી જેવા જુદા જુદા નામે વેચતા અમાન્ય બિયારણની કોઇપણ સંજોગોમાં ખરીદી કરવી નહિ,

તેવું નાયબ ખેતી નિયામક(વ)એ જણાવ્યું છે.     નાયબ ખેતી નિયામક(વ)એ ગાંધીનગર જિલ્લાના તમામ ખેડૂતોને જણાવ્યું છે કે, આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણ ખરીદી કરતી વખતે ખાસ કાળજી રાખવી. બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ- પરવાનો ઘરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવી.

ખેડૂતોએ બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનું લાયસન્સ નંબર, પુરૂં નામ, સરનામું અને જે બિયારણની થેલી સીલ બંધ છે કે કેમ, તેમજ તેની મુદત પૂરી થઇ ગયેલ નથી. તે બાબતની ખાસ ચકાસણી કરવી. કોઇપણ સંજોગોમાં મુદત પૂરી થયેલ હોય તેવા બિયારણની ખરીદી ન કરવા પણ જણાવ્યું છે.  તેમણે ગાંધીનગર જિલ્લાના ખેડૂતોને અપીલ કરી છે કે,

કપાસ પાકના બિયારણની થેલી અથવા પેકેટ કે જેના પર ઉત્પાદકનું નામ, સરનામું અને બિયારણના ઘારાઘોરણો દર્શાવેલ ન હોય તેવા ૪ જી અને ૫ જી જેવા જુદા જુદા નામે વેચતા બિયારણ અંગેની જાણ થાય તો તેની જાણ નાયબ ખેતી નિયામક(વ)ની કચેરી, સેકટર- ૧૫, ગાંધીનગર કે સંબંધિત એગ્રીકલ્ચર ઇન્સ્પેકટરને જાણ કરવી. તેમજ વાવણી બાદ ખરીદેલ બિયારણનું પેકેટ- થેલી તેમજ બિલ પણ સાચવી રાખવા પણ નાયબ ખેતી નિયામકે ભારપુર્વક જણાવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.