Western Times News

Gujarati News

ઝારખંડના આઈએએસ પૂજા સિંઘલના ઘર પર ઈડીના દરોડા

રાંચી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) ની જુદી જુદી ટીમો ગેરકાયદેસર ખાણકામ અને શેલ કંપનીઓ સાથે સંબંધિત કેસમાં દરોડા પાડી રહી છે. ટીમે શુક્રવારે સવારે આઈએએસ અધિકારી અને ઝારખંડના ખાણ અને ઉદ્યોગ સચિવ પૂજા સિંઘલના સત્તાવાર નિવાસસ્થાન અને તેમના પતિના નિવાસસ્થાને એકસાથે દરોડા પાડ્યા હતા.

આ સિવાય ઈડીની ટીમ પૂજા સિંઘલ અને તેના પતિના ઘણા સ્થળો પર પણ દરોડા પાડી રહી છે. આ કાર્યવાહીમાં ૨૫ કરોડની રોકડ પણ મળી હોવાની માહિતી મળી છે. આઈએએસ પૂજા સિંઘલના સસરા કામેશ્વર ઝાની ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

આ ધરપકડ તેમના મધુબની સ્થિત ઘરેથી કરવામાં આવી હતી. ગેરકાયદેસર મિલકતના કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે. ઘણા રાજ્યોમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. પૂજા સિંઘલ પર સતત ગેરકાયદેસર રીતે પૈસા કમાવવાનો આરોપ છે.

કહેવામાં આવી રહ્યું છે કે ઈડી દ્વારા અપ્રમાણસર સંપત્તિ, ગેરકાયદે માઈનિંગ અને શેલ કંપની સાથે જાેડાયેલા મામલામાં આ દરોડા પાડવામાં આવી રહ્યા છે. જાે કે, આ કાર્યવાહી બાદ ઝારખંડના સીએમ હેમંત સોરેન તો નિશાના પર નથી ને? એવા સવાલો ઉઠી રહ્યા છે.

ઈડીની ટીમ આઈએએસ અધિકારી અને ઝારખંડના ખાણ અને ઉદ્યોગ સચિવ પૂજા સિંઘલના સત્તાવાર નિવાસસ્થાન અને તેમના પતિના નિવાસસ્થાન સહિત અનેક સ્થળોએ દરોડા પાડી રહી છે. આ દરોડા ઝારખંડ, બિહાર, રાજસ્થાન, હરિયાણા અને એનસીઆરના દોઢ ડઝનથી વધુ સ્થળોએ એક સાથે ચાલી રહ્યા છે. જાે કે, આ દરોડા અંગે ઈડી દ્વારા મીડિયા સાથે કોઈ સત્તાવાર માહિતી શેર કરવામાં આવી નથી.

મળતી માહિતી મુજબ, પંચવટી રેસિડેન્સી, બ્લોક નંબર ૯, ચાંદની ચોકમાં હરિ ઓમ ટાવર, લાલપુરની નવી બિલ્ડીંગ, પલ્સ હોસ્પિટલ બરિયાતુ અને રાંચીમાં આઈએએસ પૂજા સિંઘલના સત્તાવાર નિવાસસ્થાન પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.

ઈડીની રેડમાં સિંઘલના ઘરેથી મોટી રકમની રોકડ મળી આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે ભ્રષ્ટાચારી પૂજા સિંઘલ પાસેથી ૨૫ કરોડ રૂપિયાથી વધુની રોકડ મળી આવી છે. ગણતરી માટે નોટ કાઉન્ટીંગ મશીન મંગાવવામાં આવ્યું છે.

એટલું જ નહીં, ઈડીની ટીમે અવિનાશ ઝા ઉર્ફે ડૉ. અભિષેક ઝાના પૈતૃક નિવાસસ્થાને પણ દરોડા પાડ્યા છે. અભિષેક ઝાનો પરિવાર મૂળ બિહારના દરભંગાનો છે, પરંતુ પૂજા ઝાના સસરા કામેશ્વર ઝા મુઝફ્ફરપુરમાં રહે છે. અહીં પણ ઈડીના દરોડા ચાલુ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.