Western Times News

Gujarati News

મોરવા હડફની સરકારી કોલેજ ખાતે MG મોટર્સના સહયોગથી ભરતી મેળાનૂ આયોજન કરાયૂ

સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ મોરવા હડફ 2015 થી શરૂ થઈ છે. કોલેજમાં વિવિધ પ્રકારની વિદ્યાર્થી વિકાસની પ્રવૃતિઓ ચાલી રહી છે. આ વરસે એન એસ એસ પણ શરૂ કરવામાં આવ્યું જે વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ વિકાસ માટે ઉપયોગી છે આ સિવાય સપ્તધારા, એસ એસ આઈ પી, ઉદીશા, સ્ટાર્ટ અપ વગેરે કાર્યક્રમો ચાલી રહ્યા છે વિદ્યાર્થીનિઓ આત્મનિર્ભર બને અને રોજગારીની તકો પ્રાપ્ત થાય તે માટે કોલેજમાં ભરતી મેળો યોજવામાં આવ્યો હતો.

એમ જી મોટર્સ હાલોલ અને સરકારી કોલેજ મોરવા હડફ દ્વારા કોલેજમાં કેમ્પસ ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યું. આ કાર્યક્રમમાં 18 થી 30 વર્ષની વયની 300 થી વધુ બહેનોએ ભાગ લીધો હતો જેમાંથી કમ્પની દ્વારા લેવાયેલ ઇન્ટરવ્યુમાં 37 બહેનોને નોકરી પ્રાપ્ત થઈ હતી. આ પ્રસંગે કોલેજના આચાર્ય ડૉ કે જી છાયા દ્વારા ભૂમિકા રજૂ કરતાં બહેનો કોઈના પર આધારિત ન રહે આત્મનિર્ભર બને અને રોજગારી પ્રાપ્ત કરે એવો સંકલ્પ રજૂ કર્યો હતો.

કાર્યક્રમના મુખ્ય મહેમાન અને સરકારી વિજ્ઞાન કોલેજ ઝાલોદના આચાર્યશ્રી ડો. યાજ્ઞિક તથા સરકારી વિજ્ઞાન કોલેજના આચાર્ય ડો પટેલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેઓએ વિદ્યાર્થીનિઓના ઉજળા ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપતાં વિકસતા જતા દેશમાં દીકરીનું મહત્વ સમજાવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવામાં એમ જી મોટરના ડે. મેનેજર પૂર્ણિમાબેન, ઉદીશા કોઓર્ડીનેટર પ્રા.ભગોરાએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ રાજેશ વણકર દ્વારા કરવામાં આવ્યું હતું.

2 Attachments


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.