Western Times News

Gujarati News

અખિલ ગુજરાત ટ્રક એસોસિએશન મીટીંગમાં જંબુસર પ્રમુખની ઊંચાઈના કાયદા માંથી મુક્તિ મેળવવા રજુઆત

(વિરલ રાણા) ભરૂચ,અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસીએશનની મિટીંગ અમદાવાદ ખાતે માજી મંત્રી અને હાલ પ્રમુખ વાસણભાઈ આહિરની અધ્યક્ષતામાં મળી હતી.જેમાં ગુજરાતના દરેક જિલ્લા અને તાલુકા મથકના એસોસિએશન પ્રમુખ મહામંત્રી સહિત હાજર રહ્યા હતા અને મંચસ્થ મહાનુભાવોનું શાબ્દિક અને ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે હાજર જંબુસર ટ્રક ઓનર્સ એસોસીએશન પ્રમુખ રોમેશભાઈ કોરાવાલાએ જણાવ્યુ હતુ કે ટ્રાન્સપોર્ટ એ દુનિયાની સૌથી મોટી ઈન્ડસ્ટ્રીઝ છે જે રાજ્ય કે દેશની ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા મજબુત હોય તે રાજ્ય કે દેશની આત્મનિર્ભરતાને કોઈ હરાવી શકતું નથી.આ સહિત કપાસ પરિવહન દરમ્યાન ઊંચાઈ જેવા કાયદા માંથી મુક્તિ મળે અને જગતના તાતને તેમની મહેતાપુરા નાણાં મળે તે માટે અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનમાં રજુઆત કરી હતી.

તથા બી જે પી ગુજરાત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને પણ તારીખ ૧૬/૪/૨૨ ના રોજ લેખિત રજુઆત કરી કપાસ પરિવહન કરતા વાહનો માટે જેવા કાયદા માંથી મુક્તિ આપવા અને ભ્રષ્ટાચાર દૂર કરવા જણાવ્યું હતું.આ સહિત મીટીંગમાં દરેકે પોતાના પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી અને એસોસિયેશન સફળતાના શિખરો સર કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.અમદાવાદ ખાતે યોજાયેલ મીટીંગમાં ગુજરાત રાજ્યના તમામ એસોસિએશન પ્રમુખ મહામંત્રી હાજર રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.