Western Times News

Gujarati News

૧૫ જૂન બાદ રાજ્યમાં વરસાદનું આગમન થવાની શક્યતા

ગાંધીનગર, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઇ આગાહી કરી છે. અંબાલાલેની આગાહી પ્રમાણે રાજ્યમાં ૧૫ જૂન બાદ વરસાદ આવવાની શક્યતા છે. સાથે તેમણે જણાવ્યું કે, આ વર્ષે શરૂઆતમાં ચોમાસું સારૂં રહેશે. ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરનાં કારણે વાતાવરણમાં સતત પલટો જાેવા મળી શકે છે.

૧૧ મેથી ૧૭ મે વચ્ચે આંધીના પ્રમાણમાં પણ વધારો થવાની સંભાવના છે. સાથે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી રહેશે. ઉપરાંત ૧૮ મેથી ૫ જૂન વચ્ચે અરબી સમુદ્રમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. જેને લઇ જૂનથી સપ્ટેમ્બર વચ્ચે ૯૯ ટકા વરસાદ થવાની સંભાવના સેવાઈ રહી છે.

મે મહિનાની શરૂઆત થતાની સાથે તડકો ધરખમ અગનગોળા વરસાવી રહ્યો છે. જેની વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, આ વર્ષે શરૂઆતમાં ચોમાસું સારૂં રહેશે. આ સાથે સાથે ચક્રવાત પણ દેખાશે. આ ચક્રવાતને પગલે ઘણા વિસ્તારોમાં જુન મહિનામાં વરસાદ પણ થશે.

પહેલા તબક્કાનું ચોમાસુ જૂન મહિનાથી લઈને સપ્ટેમ્બર મહિના સુધી ચાલશે. જ્યારે બીજા તબક્કાનો ચોમાસું ઓક્ટોબર મહિનાના અંતથી લઈને ડિસેમ્બર મહિના સુધી ચાલશે. એટલે કે આ વર્ષનું ચોમાસું એકંદરે લાંબો રહેશે. આ સાથે સાથે વરસાદનું અનુમાન લગાવતા જણાવ્યું હતું કે, શરૂઆતમાં ચોમાસુ સારૂં રહેશે,

જ્યારે જૂનથી સપ્ટેમ્બર વચ્ચે ૯૯ ટકા વરસાદ થવાની સંભાવના સેવાઈ રહી છે. બીજી બાજુ અંબાલાલે જણાવ્યું હતું કે, વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરનાં કારણે વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે.

૧૧ મેથી ૧૭ મે વચ્ચે આંધીનું પ્રમાણ વધશે આ સાથે સૌરાષ્ટ્રના ભાગો ઉત્તર ગુજરાતના ભાગો પ્રી મોન્સૂન એક્ટિવિટી રહેશે. તેમજ ૧૮ મેથી ૫ જૂન વચ્ચે અરબી સમુદ્રમાં હવામાનમાં પલટો આવશે. જૂનથી સપ્ટેમ્બર વચ્ચે ૯૯ ટકા વરસાદ થવાની સંભાવના છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.